અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સુઆયોજિત નગર વિકાસની નેમ સાથે ટાઉન પ્લાનીંગ સ્કીમ ટી.પી. અને ડી.પી.માં ઝિરો પેન્ડન્સીના લક્ષ્ય સાથે ર૦૧૯ના વર્ષમાં આઠ જ માસમાં ૭પ યોજનાઓ મંજૂર કરી છે. તેમણે જે ૬૬ નગર રચના યોજનાઓ તથા ૯ વિકાસ યોજનાઓને આ આઠ માસના ટૂંકાગાળમાં ત્વરિત મંજૂરી આપી છે તેમાં અમદાવાદની ૧૪ તથા નડીયાદ, ભાવનગર અને વડોદરા તથા સૂરતની મળીને રર ડ્રાફટ નગર રચના યોજનાઓનો સમાવેશ થાય છે.
ર૦૧૮ના વર્ષમાં નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, ર૦૧૯માં પણ આવી મંજૂરીની સદી તરફ વિકાસકૂચ જારી રાખી છે. મુખ્યપ્રધાને શુક્રવારે તા.ર૩ ઓગસ્ટે અમદાવાદની ર ડ્રાફટ, ર પ્રીલીમીનરી, ૧ ફાયનલ તેમજ સુરતની ૧ પ્રીલીમીનરી અને ગાંધીનગર બે પ્રીલીમીનરી મળીને કુલ-૮ ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે. તદ્દઉપરાંત અમદાવાદની ડ્રાફટ ટી.પી. સ્કીમ ૪૦૮-ઓગણજ ને ૪૦૭ લપકામણ-રકનપુર-સાંતેજ ને મંજૂરી આપી છે.
અમદાવાદમાં જે બે પ્રારંભિક ટી.પી. સ્કીમ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપવામાં આવી છે, તેમાં ર૩૮-ભાટ સુઘડ, ૮પ સરખેજ-મકરબા-ઓકફ અને ૧ ફાયનલ ટી.પી. સ્કીમ તરીકે ૧૦ર નિકોલને પરવાનગી મળી છે. ગાંધીનગરની મંજૂર થયેલી બે પ્રારંભિક ટી.પી.માં ૧૦-અડાલજ-પોર તેમજ ૯/બી-વાસણા હડમતીયા-સરગાસણ-વાવોલનો અને સૂરતની પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં ૩૯ ઊધના લીંબાયતનો સમાવેશ થાય છે.
શહેરોના અદ્યતન અને સુવિધાયુકત વિકાસને વેગ આપવા જે ટી.પી, ડી.પી. મંજૂર કરી છે તેના પરિણામે અમદાવાદ મહાનગરમાં ૪૧ર હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થશે અને રૂ. ૬૪૦ કરોડના અંદાજિત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ બે ટી.પી મંજૂર થતાં વેગ મળવાનો છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરની જે પાંચ પ્રીલીમીનરી ટી.પી.ને મંજૂરી આપી છે તેના પરિણામે અંદાજે ૫૫૦ હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુકત વિકાસ થશે.
આમાંથી રપ.પપ હેકટર જમીન સામાજિક આર્થિક વર્ગના લોકોના રહેણાંક હેતુસર, ૩ર.૦૩ હેકટર બાગ-બગીચા અને ખૂલ્લી જગ્યા હેતુથી તેમજ ૧૯.૪ર હેકટર જેટલી જમીનમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની સહુલિયત પ્રાપ્ત થશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યપ્રધાને ર૦૧૯ના વર્ષના પ્રથમ આઠ જ માસમાં ૬૬ ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સૂરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-ર૩ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ મંજૂર કરી છે. તેમણે રાજકોટ, સૂરત, અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા અને વડોદરાની કુલ-ર૧ ફાઈનલ એટલે અંતિમ ટી.પી ને પણ મંજૂરી આપી છે.