ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું સાત વર્ષમાં સૌથી ઓછું પરિણામ, ગુજકેટ અને સેમેસ્ટર પરીક્ષા પરિણામો પણ જાહેર

અમદાવાદ- ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષનું પરિણામ 71.90 ટકા જાહેર થયું છે. આ પરિણામ પાછલાં 7 વર્ષની સરખામણીમાં સૌથી ઓછું પરિણામ ગણાવવામાં આવ્યું છે.બોર્ડ અધ્યક્ષ એ જે શાહે આ પરિણામની વિગતો જાહેર કરી હતી.આ પરિણામોમાં રાજ્યની કુલ 35 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 49 શાળાઓ જોવા મળી છે.ધોરણ 12 સાયન્સ પરિણામમાં આ વર્ષે 84.17 ટકા પરિણામ સાથે રાજકોટ જિલ્લો પ્રથમ સ્થાને આવ્યો છે, જ્યારે

અમદાવાદમાં ખુશખુશાલ ટોપર્સ વિદ્યાર્થીઓ

સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લામાં જોવા મળ્યું છે,  અંગ્રેજી માધ્યમનું 75.13 ટકા પરિણામ નોંધાયું છે અને ગુજરાતી માધ્યમનું પરિણામ તેના કરતાં ઓછું એવું 71.9 ટકા નોંધાયું છે.આ પરિણામોમાં કુલ 46 ગેરરીતિ કેસ નોંધાયાં હતાં જેમના પરિણામ અનામત રાખવામાં આવ્યાં છે.

ટોપર્સ તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ

શિક્ષણ બોર્ડે આ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરી દીધું છે….સાથે જ જે વિદ્યાર્થીઓએ સેમેસ્ટર સીસ્ટમ પ્રમાણે પરીક્ષા આપી હતી તેમનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં કુલ 10,315 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી તેમાંથી કુલ 1,327 વિદ્યાર્થી પાસ તતાં કુલ પરિણામ 12.86 ટકા આવ્યું છે.