પ્રાદેશિક હવાઈસેવા જોડાણ RCSમાં ટાટાની મીઠાપુર એરસ્ટ્રીપનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ દ્વારકા  સહિતના સૌરાષ્ટ્રના યાત્રાધામે આવનારા પ્રવાસીઓને સરળ હવાઈ સેવા પૂરી પાડવામાં આવે તેવા સમાચાર સામે આવ્યાં છે.ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રાદેશિક હવાઈ જોડાણ “રિજીયોનલ કનેક્ટીવીટી સ્કીમ આર સી એસ અંતર્ગત ગુજરાતમાં ટાટા કેમિકલ્સ મીઠાપુરની એર સ્ટ્રીપનો હવાઈ મથક તરીકે વિકાસ કરવામાં આવશે.
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ગુજરાત સરકારે કરેલા એમ.ઓ.યુ અન્વયે રાજ્યમાં કુલ ૧૧ હવાઈ પટ્ટીઓને આ કનેક્ટીવીટી સ્કીમ અંતર્ગત વિકસાવવા કેન્દ્ર સરકારે અગાઉ મંજૂરી આપી હતી. હવે મીઠાપુરની ટાટા કેમિકલ્સની એર સ્ટ્રીપનો પણ આરસીએસ અન્વયે વિકાસ કરવા ભારત સરકાર રુ.૨૯.૯૭ કરોડ ફાળવવાની છે.

પવિત્ર યાત્રાધામ દ્વારકા તેમજ  સૌરાષ્ટ્ર ના અન્ય યાત્રા ધર્મોમાં આવનારા દેશ-વિદેશના પ્રવાસીઓને હવાઈ માર્ગે  પહોંચવાની સુવિધા મળી રહે તેવા ધ્યેય સાથે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળીને ટાટા કેમિકલ્સ મીઠાપુરની આ એર સ્ટ્રીપનો આર.સી. એસ અન્વયે એરપોર્ટ તરીકે વિકાસ કરશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]