રાજ્યમાં કોરોનાના નવા 620 કેસઃ 20 દર્દીના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોનો આંકડો સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના વધી રહેલા કેસો ચિંતાજનક છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 620 જેટલા કોરોનાના નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 422 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,73,663 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન- 9, સુરત કોર્પોરેશન- 4, વડોદરા કોર્પોરેશન- 2, ગાંધીનગર- 2, જુનાગઢ કોર્પોરેશન- 1, પાટણ- 1 અને નવસારીમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,47,783 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,44,370 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3,413 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]