રાજ્યમાં કોરોનાના નવા 580 કેસઃ 18 દર્દીના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોરોના વાયરસના 580 નવા દર્દી નોંધાયા છે. તો 532 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,51,179 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યમાં 18 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે.

જે દર્દીઓના મોત થયા છે તેમાં અમદાવાદનાં 8, સુરતના 3, અરવલ્લી 2, ભરૂચમાં 2, મહેસાણામાં 1, બનાકાંઠામાં 1, પાટણમાં 1 થઇને કુલ 18 લોકોનાં મોત નિપજ્યાં છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1772 પર પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,34,424 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,39,792 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 3632 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.