ચૂંટણી પરિણામઃ તાલુકા પંચાયત કોંગ્રેસને 8, ભાજપને 7, બેમાં ટાઈ

ગાંધીનગર– ગુજરાતના બે જિલ્લામાં થઇ રહેલા તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે. મતગણતરી પ્રક્રિયા ચાલુ છે અને પરિણામ આજે જ આવી જનારા છે. બનાસકાંઠા જિલ્લાની 14 તાલુકા પંચાયતની 68 બેઠક અને ખેડા જિલ્લાની 9 તાલુકા પંચાયતના પરિણામ પર રાજકીય પક્ષોની નજર છે.

ગુજરાતમાં 2 જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. 17 તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસને 8, ભાજપને 7 તાલુકા પંચાયતમાં સત્તા મળી છે. જ્યારે દિયોદર અને લાખાણી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. બે જિલ્લા પંચાયત કોંગ્રેસને એક અને ભાજપને એક મળી છે.

તાજી સ્થિતિ પ્રમાણેઃ

ખેડા જિલ્લામાં 44 બેઠકોમાંથી 28 ભાજપ અને કોંગ્રેસને 16 બેઠક મળી છે.તમામ પરિણામ જાહેર

બનાસકાંઠા જિ. પં.માં 66માંથી 36 કોંગ્રેસને ભાજપને 30 બેઠક મળી છે. તમામ પરિણામ જાહેર

પરિણામોનું અપડેટ


•    ડીસામાં તાલુકા પંચાયતમાં 37 પૈકી 24 બેઠક પર ભાજપની જીત. કોંગ્રેસના ફાળે 12 બેઠક, 1 પર અપક્ષની જીત
•     ગાંધીનગર તા.પં. પરથી ભાજપની સત્તા કોંગ્રેસે આંચકી, 18 બેઠક પર કોંગ્રેસ, 13 બેઠક પર ભાજપની જીત 34 બેઠકમાંથી અપક્ષના ફાળે 3 બેઠક આવી.

•     બનાસકાંઠાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત, 30 બેઠક પૈકી 21માં કોંગ્રેસની જીત, ભાજપના ફાળે 6 બેઠક, 1 પર અપક્ષની જીત

•     બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણીમાં હાર થઈ. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના હાલના ચેરમેન બાબરાભાઈ પટેલ લવાણા બેઠક પર હાર્યાં

•     ખેડાના કઠલાલ તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ. 24 બેઠક પૈકી ભાજપને 14, કોંગ્રેસને ફાળે 10 બેઠક ગઈ. 2 બેઠક પર અપક્ષની જીત

•     ખેડાના કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત. 26 બેઠકો પૈકી કોંગ્રેસને 14, ભાજપને ફાળે 9 બેઠક. 4 બેઠક પર અપક્ષનો વિજય

•     બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. 66 બેઠકો પૈકી 48 બેઠકોનું પરિણામ જાહેર થયું, જેમાં કોંગ્રેસ – 25, BJP – 23 બેઠક પર વિજયી

•    ડીસા તાલુકા પંચાયતમાં ભાજપ જીત જીત તરફ સરકી રહ્યું છે. 38 બેઠક પૈકી 22 બેઠકોના પરિણામ જાહેર થયા. જેમાં ભાજપને 15, કોંગ્રેસને 6 અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. તો તા.પંચાયતમાં પૂર્ણ બહુમતથી ભાજપ હાથવેંત દૂર છે.

•    ખેડા જિલ્લા પંચાયતમાં BJP બહુમતી તરફ. બહુમતથી BJP માત્ર 2 બેઠક દુર છે. ખેડા જિ.પં.માં BJPને ફાળે 21 અને કોંગ્રેસનો 10 બેઠક પર જીત. તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી મામલે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યુ કે, ગ્રામીણ ક્ષેત્રની જનતાનો આભાર. ઉપચૂંટણીમાં 3માં BJPની જીત થઈ છે. તા. પંચાયતની 19 બેઠકો પર BJPની જીત છે. તો ખેડા જિ.માં 44માંથી 25 બેઠક જીતી કબજે કરી છે.

•    કપડવંજ તા.પં.ની ગરોડ બેઠક પર ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાયો, કોંગ્રેસના સદગુણાબેન પરમાર વિજેતા જાહેર થયાં.

•    દાંતાના ધારાસભ્ય કાંતી ખરાડીના પુત્ર દિનેશ ખરાડીની 46 વોટથી હાર થઈ છે. અમીરગઢ તા.પં.માં કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું. અમીરગઢ તાલુકામાં 5 બેઠકો પર BJPની જીત

•     ખેડા જિલ્લા પંચાયતમાં આંત્રોલી બેઠક પર પુર્વ MLAના મણિભાઈ પટેલના પુત્ર નિલેશ પટેલની હાર થઈ. આંત્રોલી બેઠક પર કોંગ્રેસની જીત થઈ.

  • અમરેલીની ધારી તા.પં.ની 3 બેઠકો ગોપાલગ્રામ, દિતલા અને વીરપુરની બેઠકો પર કોંગ્રેસની જીત થઈ
  •  ગાંધીનગર તા.પં.ની 36 બેઠકો પૈકી 6નું પરિણામ જાહેર. 4 બેઠક BJP, 2 કોંગ્રેસને ફાળે

•    કઠલાલ તા.પં.ની કુલ 24 બેઠક પૈકી 6નું પરિણામ જાહેર. 6 બેઠકો પૈકી 4 બેઠક BJP અને 2 બેઠક કોંગ્રેસના ફાળે
•    ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ સીટ પર ભાજપના જસીબેન ફુલજી ઠાકોર 1400 મતોથી વિજેતા બન્યા. રાયપુર બેઠક પર ભાજપના બાલુબેન રામજી ઠાકોર 106 મતે વિજેતા.

•     ભરૂચ જિલ્લા પંચાયતની દેવલા બેઠક પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિલાસબેન પઢીયારનો 2176 મતે વિજય.

•     ખેડા જિલ્લા પંચાયતની કપડવંજની અલવા બેઠક ઉપર ભાજપના મધુબેન ધૂરાભાઈ સોલંકી વિજેતા. તો કપડવંજ તાલુકા પંચાયત અલવા બેઠક ઉપર સમધણ બેન રાઠોડ ભાજપનો વિજય થયો. ખેડા જિલ્લા પંચાયતની કઠલાલ તાલુકાની અનારા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જિલ્લા પંચાયતની  ભાજપને ફાળે

•    ભાભર તા.પં.માં 18 પૈકી એક બેઠક કોંગ્રેસના ફાળે

•    ડીસા તા.પં.ની ઝેરડા સીટ પર કોંગ્રેસનો વિજય

•    બનાસકાંઠાની અમીરગઢ બેઠક પર BJPની જીત

•    પાલનપુર તા.પં.ની ખોડલા અને ચડોતરમાં BJPની જીત

•    કઠલાલ તા.પં.ની અપરૂજી – અનારા બેઠક પર BJPની જીત

•    થરાદની ભોરલ તા.પં.માં BJPની જીત

•    થરાદની મોરથલ તા.પં. સીટ પર ભાજપનો વિજય
•    વડગામ તા.પં.ની બાવલચુડી સીટ ભાજપને ફાળે

•    ખેડાની ધુણાદાર સીટ પર ભાજપનો વિજય

•    અમીરગઢ તાલુકા પંચાયત સીટ ભાજપને ફાળે

•    ડીસાની બાઈવાડા તા.પં. બેઠક પર ભાજપનો વિજય

•    બનાસકાંઠાની દીયોદર તા.પં.માં કોંગ્રેસની જીત

•    દાંતા તા.પં. ભાદરમલ બેઠક પર કોંગ્રેસની જીત

•    ખેડા જિ.પં.માં મંજીપુરા બેઠક પર BJPની જીત

•    બનાસકાંઠા જિ.પં.ની ભડથ બેઠક પર BJPની જીત

•    દાંતા તા.પં.ની દલપુરા બેઠક પર કોંગ્રેસનો વિજય

•    ખેડા જિ.પં.ની અલવા બેઠક પર BJPનો વિજય

•    પાલનપુર તા.ની ચંડોતર બેઠક પર ભાજપની જીત

•     ઠાસરાના રાણયા તા.પં.ની પેટા ચૂંટણીમાં BJPની જીત

•     બનાસકાંઠાની ભૂતેડી બેઠક પર કોંગ્રેસનો વિજય

•     અંબાજી 1 બેઠક પર BJPના મંજૂબેન વણજારા વિજેતા

•     દાંતા તાલુકા પંચાયતમાં 26 પૈકી 2 બેઠક BJPના ફાળે

તાલુકા પંચાયતોની કુલ 436 બેઠકમાંથી ભાજપ 195,  કોંગ્રેસ 189 અને અન્યને 17 બેઠક મળી છે, જ્યારે 35 બેઠકનું પરિણામ બાકી છે.

સવારે 9 વાગ્યાની આસપાસ શરુ થયેલા પરિણામના ટ્રેન્ડ મુજબ ને જિલ્લામાં ભાજપને નુકસાન થતું દેખાયું હતું. બપોરના 12 વાગતાં સુધીમાં બનાસકાંઠા જિલ્લાની 68 બેઠકમાંથી 16 પર કોંગ્રેસે જીત મેળવી લીધી હતી. જ્યારે ભાજપને 9 સીટ મળી છે.હજુ તમામ પરિણામ આવવા બાકી છે.

બે જિલ્લા પંચાયત અને 17 તાલુકા પંચાયત ચૂંટણી માટે 21 તારીખે થયેલાં મતદાનમાં 53.10 ટકા મતદાન નોંધાયું હતું. બનાસકાંઠા-ખેડા જિલ્લા પંચાયત સાથે બનાસકાંઠા, ખેડા અને ગાંધીનગરની 17 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 59.49 ટકા મતદાન નોંધાયું હતું.

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે જેમાં કોંગ્રેસને 29 અને ભાજપને 19 સીટ બપોરે 2 વાગ્યા સુધીમાં આવેલા પરિણામમાં મળી છે. તો ખેડા જિલ્લામાં ભાજપ જીત તરફ આગળ વધતાં જિલ્લા પંચાયતની 44 બેઠકમાંથી 28 સીટ જીતી લીધી છે અને કોંગ્રેસને 16 બેઠક મળી છે.

આ સિવાય જિ.પ. ની પેટા ચૂંટણીમાં ભાજપને 3 અને કોંગ્રેસને 2 બેઠક મળી છે. આ વખતે ભાજપને એક બેઠક વધુ મળી છે. તાપી સુરેન્દ્રનગર અને ભાવનગરમાં ભાજપ જ્યારે આણંદ-ભરુચમાં કોંગ્રેસ જીતી છે.

તાલુકા પંચાયત પરિણામમાં બનાસકાંઠામાં કોંગ્રેસનો દબદબો છવાયો છે. પૂર્વ આરોગ્યપ્રધાન શંકર ચૌધરીના વિસ્તારમાં કોંગ્રેસનું વધેલું જોર ભાજપને ચિંતામાં મૂકી ગયું છે.

ગાંધીનગર તાલુકા પંચાયત ચૂંટણીમાં 6 બેઠકોનું પરિણામ જાહેર થયું છે તેમાં 4 પર ભાજપ અને 2 પર કોંગ્રેસે બાજી મારી છે.