વડોદરાથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં થયા અનેક મોટા ખુલાસાઓ

વડોદરા: ગુજરાત ATSએ વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે. આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભુ કરવાની ફિરાકમાં હતો. ઝફર ગોરવામાં એક કાચા મકાનમાં છેલ્લા થોડાક દિવસથી રહેતો હતો. આતંકવાદીની વધારે પૂછપરછ માટે અમદાવાદમાં ગુજરાત એટીએસ ખાતે લાવવામાં આવ્યો છે.

આ આતંકી 26 ડિસેમ્બરથી ઝફર વડોદરામાં રહી રહ્યો હતો. આ આતંકીનો ઈરાદો વડોદરામાં સિમિના નવા અવતાર PFI નું માળખું તૈયાર કરવાનો હતો. આતંકી ઝફર પાસેથી એ.ટી.એસએ ઓટોમેટિક પિસ્તલ કબજે કરી છે. આ આતંકી ગોરવામાં અબ્દુલ રહીમના નામથી રહેતો હતો. આતંકીને જંબુસરથી વડોદરા આવવા લોજિસ્ટિક સપોર્ટ મળ્યો. લોજિસ્ટિક સપોર્ટ માટે મદદ કરનારની પણ પોલીસે અટકાયત કરી છે:

સૂત્રોના મતે તમિલનાડુના તમિલનાડુનું ફંડામેન્ટલિસ્ટ ગ્રૂપના 6 આતંકીઓએ દેશના અલગ અલગ ભાગમાં હિજરત કરી હતી. જેમાંથી ઝફર ઉર્ફે ઉમર વડોદરાના ગોરવા પાસેથી ઝડપાયો છે. જ્યારે ત્રણ આતંકવાદી દિલ્હીથી ઝડપાયા છે.