ગાંધીનગર- લોકસભા ચૂંટણી પ્રક્રિયા હવે મુખ્ય તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે. જેમાં ગુજરાતમાં 23 એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયા માટે ઉમેદવારીપત્ર ભરવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આજે બીજા દિવસે કુલ 7 ઉમેદવારીપત્ર ભરાયાં હોવાનું ચૂંટણીપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજ્યની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૧-ઉંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય, ૮૫-માણાવદર તથા ૯૧-તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવતાં ચૂંટણી અધિકારીઓ પાસે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ છે.
૨૯/૦૩/૨૦૧૯ ના રોજ આ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં… ૧ મહેન્દ્રભાઈ કાળુભાઈ મૂંજપરા ભારતીય જનતા પાર્ટી ૦૯-સુરેન્દ્રનગર ૨ શંકરભાઈ નાનુભાઈ કોળી ૩ જાડેજા ભાવનાબા અક્ષયસિંહ ૪ જસવંતસિંહ સુમનભાઈ ભાભોર ૫ શંકરભાઈ દીપાભાઈ આમલીયાર ૬ રંજનબહેન ધનંજય ભટ્ટ ૭ ધામેલીયા પીયૂષકુમાર વલ્લભભાઈ |
તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ કોઈ પણ ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યાં ન હતાં. જ્યારે આજે તા ૨૯/૦૩/૨૦૧૯ના રોજ ૭ ઉમેદવારો તરફથી રજૂ થયેલ ઉમેદવારી પત્રો મળીને કુલ:૭ (સાત) ઉમેદવારી પત્રો રજૂ થયેલ છે.
આજે પણ પેટાચૂંટણી ધરાવતા ઉક્ત પાંચ વિધાનસભા મતવિભાગો માટે એકપણ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી. ઉમેદવારી પત્રો તા.૦૪/૦૪/૨૦૧૯ સુધી રજૂ કરી શકાશે.
કોંગ્રેસે આજે એકપણ ફોર્મ ભર્યું નથી.