અમદાવાદમાં અમિત શાહી અંદાજમાં ઉમેદવારીપત્ર ભરશે, રોડ શો, રુટ અને…

0
1382

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારે તેઓ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ફોર્મ ભરતાં પહેલાં તેમના 4 કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત લોકસભાને લઇને ભાજપે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે લાલકૃષ્ણ અડવાણી જ્યાંથી ચૂંટણી લડતા હતાં તે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડનાર ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે તેઓ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવાના છે. આ ફોર્મ ભરતાં પહેલા અમિત શાહના 4 કિલોમીટરના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અમિત શાહના રોડ શોને ભવ્ય બનાવવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. અમિત શાહના આ રોડ શો દરમિયાન તેમજ ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે રાજનાથ સિંહ, નીતિન ગડકરી, પ્રકાશસિંહ બાદલ, રામવિલાસ પાસવાન, ઓમ માથુર, ભૂપેન્દ્ર યાદવ અને અનિલ જૈન સહિતના રાષ્ટ્રીય નેતાઓ અહીં ઉપસ્થિતિ રહેશે.

રોડ શોના રુટની વાત કરીએ તો…

સવારે 10:40 વાગ્યે અમિત શાહનો રોડ શો શરુ થશે, ત્યાર બાદ…

 • 10:45 વાગ્યે     –     હોટલ ડી.આર.એચ
 • 11:00  વાગ્યે    –     મહેતા સ્વીટ માર્ટ
 • 11:20 વાગ્યે     –     નારણપુરા ક્રોસ રોડ
 • 11:25 વાગ્યે     –     પ્રિન્સ ભાજુપાઉ
 • 11:30  વાગ્યે    –     કામેશ્વર ટેમ્પલ
 • 11:35  વાગ્યે    –     અંકુર ક્રોસ રોડ
 • 11:40  વાગ્યે    –     જી.એસ.સી બેંક
 • 11: 45 વાગ્યે    –     શ્રીજી ડેરી, ટેલિફોન એક્સચેંજ ક્રોસ રોડ
 • 11: 55 વાગ્યે    –     સત્ય ટાવર – 2
 • 12: 00 વાગ્યે    –     જગદીશ વાસણ ભંડાર
 • 12: 05 વાગ્યે    –     પ્રભાત ચોક
 • 12: 15  વાગ્યે   –     સમર્પણ ટાવર
 • 12: 20  વાગ્યે   –     શ્રેણીક ભાજીપાઉં

ત્યારબાદ તેઓ 12:30 વાગ્યે સરદાર ચોક આવી પહોંચશે, અને 12:35 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે. 1 વાગ્યે અમિત શાહ ગાંધીનગર પહોંચશે જ્યાં તેમનું પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને ત્યારબાદ 1 વાગ્યે અને 20 મીનિટે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરથી આ ચૂંટણી લડી રહ્યાં છે. આ સાથે જ ગાંધીનગરથી ચૂંટણી લડતા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને આ વખતે રિપીટ કરવામાં આવ્યા નથી. ત્યારે ગુજરાતમાં ગાંધીનગરની બેઠક ખૂબજ મહત્વની છે. તેને લઇ ગાંધીનગરની બેઠક સાથે જ રાજ્યની 26 બેઠકો પર પણ જીત અપાવવાની જવાબદારી અમિત શાહના માથે રહશે.