ઊંઝા-તાલાળા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ…

અમદાવાદ-  લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની બે બેઠકો માટેની પેટાચૂંટણીઓ પણ યોજાશે. ગુજરાત રાજ્યની તમામ ૨૬ લોકસભાની બેઠકો માટે લોકસભાની સામાન્ય ચૂંટણી તથા ૨૧-ઉંઝા અને ૯૧-તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ એક જ દિવસે એટલે કે, ૨૩/૦૪/૨૦૧૯ના રોજ મતદાન યોજાશે.

લોકસભાની સામાન્ય ચૂંટણી તથા પેટા ચૂંટણીઓ માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરેલ છે જે નીચે મુજબ છે.

ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવાની તારીખ  :     ૨૮/૦૩/૨૦૧૯ (ગુરૂવાર)

ઉમેદવારીપત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ       :      ૦૪/૦૪/૨૦૧૯ (ગુરૂવાર)

ઉમેદવારીપત્રો ચકાસણીની તારીખ               :      ૦૫/૦૪/૨૦૧૯ (શુક્રવાર)

ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ         :      ૦૮/૦૪/૨૦૧૯ (સોમવાર)

મતદાનની તારીખ                                :       ૨૩/૦૪/૨૦૧૯ (મંગળવાર)

મતગણતરીની તારીખ                           :     ૨૩/૦૫/૨૦૧૯ (ગુરૂવાર)

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ               :     ૨૭/૦૫/૨૦૧૯ (સોમવાર)

 

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ તરફથી લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણી યોજવા માટેની જાહેરાત ગત ૧૦-૦૩-૨૦૧૯ના રોજ કરવામાં આવી હતી. ચૂંટણી પંચે નિયત કરેલ આચાર સંહિતા 10 માર્ચથી અમલી બની ગઈ છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ ઉપરોક્ત કાર્યક્રમ હેઠળ ૨૩/૦૪/૨૦૧૯ ના રોજ તમામ ૨૬ લોકસભા મતદાર વિભાગ તેમજ વિધાનસભાની બે બેઠકોની પેટા ચૂંટણીઓમાં મતદાન અર્થે EVMનો તથા તમામ મતદાન મથકે VVPATનો ઉપયોગ કરવામાં આવશે તેમજ મતદાન અર્થે મતદાન મથકે આવનાર મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) નો ઉપયોગ કરવામાં આવશે.