અમદાવાદ- મોદી સરકારે પોતાના અંતિમ બજેટમાં નોકરિયાત વર્ગ, પેન્શનર્સ, વરિષ્ઠ નાગરિકો અને નાના વેપારીઓને મોટી ગિફ્ટ આપી છે. જોકે, બજેટને ઉદ્યોગ જગત અને વેપારી એસોસિએશન દ્વારા મિશ્ર પ્રતિસાદ મળ્યા છે. ઉદ્યોગ જગતને જે આશા હતી તે સંપૂર્ણ ફળી નથી. સામાન્ય લોકો માટે બજેટ સારૂ છે. સંપૂર્ણ બજેટ જોતા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. આ બજેટથી દેશના વિકાસને નવી દિશા મળશે. બજેટને ઉદ્યોગ જગતે વિકાસલક્ષી ગણાવ્યું હતું.
આ બજેટ મધ્યમ વર્ગ અને લઘુ ઉદ્યોગો માટે આવકાર દાયક છે. સરકારે જી.એસ.ટી. એચિવ કર્યો છે. તેમાંથી 14 ટકા રાજ્ય સરકારને પરત કરવાની જે જાહેરાત કરી છે. તે મોટી વાત છે.