એક્સાઇડે પ્રાંતિજમાં EVની બેટરીનું ઉત્પાદન શરૂ કર્યું

અમદાવાદઃ ભારતીય બેટરી ઉત્પાદક એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને સંયુક્ત સાહસની ભાગીદાર સ્વિટ્ઝર્લેન્ડની લેક્લેન્ચ SAએ દેશની સૌથી મોટી લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં- પ્રાંતીજમાં મોટા પાયે ઉત્પદન શરૂ કર્યું છે, એમ કંપનીએ કહ્યું હતું.

આ પ્લાન્ટમાં કુલ સ્થાપિત ક્ષમતા 1.5 ગિગાવોટ અવર્સ (GWh)ની છે, જે ઓટોમોબાઇલ્સ માટેની બેટરીઓ અને એનર્જી સ્ટોરેજ એપ્લિકેશન્સ માટે બેટરીનું ઉત્પાદન થશે, એમ કંપનીએ જણાવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ક્લીન કાર્સ અને તેમના પુરજાઓનું સ્થાનિકમાં ઉત્પાદન કરવાની પહેલને કંપની દ્વારા કરોડો ડોલરના મૂડીરોકાણ થકી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કંપનીએ અતાયર સુધી આ પ્લાન્ટને સ્થાપવામાં અને ઉત્પાદન કારવમાં રૂ. 250 કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

આ સાથે કંપનીએ અહીં સેલ ટેસ્ટિંગ લેબ પણ બનાવી છે, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ સ્ટીફન લુઇસે કહ્યું હતું. કંપની બજારની માગ પૂરી કરવા માટે ઝડપી કામગીરી કરી રહી છે. વળી, ભારતના કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના લક્ષ્યોને પૂરા કરવા માટે કંપની ક્લીન એનર્જીનું ઉત્પાદન કરી રહી છે.