ભારતીય વાયુસેના ના દક્ષિણ પશ્ચિમ ‘ એર કમાન્ડ હેડક્વાર્ટર ‘ દ્વારા ‘ નો યોર એરફોર્સ ‘ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ખુલ્લું મુકવામાં આવેલું એરફોર્સ નું પ્રદર્શન 3 ઓક્ટોબર 2022 સુધી જાહેર જનતા નિહાળી શકશે.
વાયુસેનાએ આ પ્રદર્શન માં એરક્રાફ્ટ, મિસાઇલો,શસ્ત્રો, રડાર જેવી અનેક સામગ્રી મુકવામાં આવી છે.
આ સાથે યુવાનો વાયુસેના ને જાણે એવું શૈક્ષણિક પાસું પણ ઉમેરવામાં આવ્યું છે. તરવરીયા યુવાનો, એન.સી.સી કેડેટ્સ ને એરફોર્સ માં જોડાવવા માટે પ્રેરણા મળે અને માહિતી પ્રાપ્ત થાય એવા સ્ટોલ્સ પણ મુકવામાં આવ્યા છે.
શહેરના મેઘાણીનગર પાસેના કાર્ગો રોડ પર વાયુસેનાના આ વિશિષ્ટ પ્રદર્શન માં અત્યાધુનિક શસ્ત્રો , રડાર સાથે સુરીલું બેન્ડ પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)