અમદાવાદ- અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે ડ્રોન કેમેરા આયાત કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ડીઆઈઆઈએ કાર્યવાહીને અંતે અમદાવાદના એક વેપારીની ધરપકડ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે સોનું લાવતાં કે ઈંગ્લિશ દારૂ લાવતા લોકોને પકડ્યાં છે. પણ આજે ગુરુવારે ડીઆરઆઈએ 85 ડ્રોન કેમેરા ગેરકાયદે લઈને આવતાં વ્યક્તિની ધરપકડ કરી છે. આ ડ્રોન કેમેરા પાકિસ્તાન અને મ્યાનમાર થઈને આવ્યાં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અને આ 85 ડ્રોન કેમેરાની કીમત જોઈએ તો એક કરોડનો મુદ્દામાલ થવા જાય છે.
ડીઆરઆઈએ સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી. પણ અમદાવાદના વેપારીની પૂછપરછમાં ડ્રોન કેમેરા અમદાવાદમાં લાવવા અંગેનું કૌભાંડ બહાર આવશે.