સાસણગીરમાં અદ્યતન સુવિધાસભર વન્ય પ્રાણી રેસ્ક્યૂ સેન્ટરની ખાસિયત

નવી દિલ્હીઃ સાસણ ગીર ખાતે વન્ય પ્રાણીઓની સારવાર માટે કાર્યરત છે ખાસ દેશની નમૂનેદાર હોસ્પિટલ. અદ્યતન સુવિધાઓથી સજ્જ સાસણ ગીર રેસ્કયુ સેન્ટરમાં થાય છે વન્ય જીવોની સારવાર. સાંપ્રત સમયમાં જેમ માનવ જીવની સારવાર અને બચાવ માટે તબીબી સારવારની અનેક હોસ્પિટલો કે જેમાં ઇમરજન્સી ક્રિટિકલ કેર યુનિટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. ત્યારે વન્ય જીવો માટે પણ આવી જ અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ કાર્યરત છે.

સાસણ ગીર ખાતે સિંહ, દીપડા સહિતના વન્ય જીવો માટે પણ છે અદ્યતન સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ.જે એનિમલ કેર રેસ્કયુ સેન્ટરથી ઓળખાય છે. સાસણ ગીરના ડી.સી.એફ મોહન રામે વન્ય જીવોની સારવાર માટે દેશની પ્રથમ અને નમૂનેદાર હોસ્પિટલ છે. અહીં ખાસ કરીને બીમાર અને ઇજાગ્રસ્ત વન્ય પ્રાણીઓને સારવાર અર્થે લાવવામાં આવે છે. અહીં વન્ય જીવો માટે પણ છે 24×7ની સારવાર માટેની વ્યવસ્થા છે.

ખાસ એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. હોસ્પીટલમાં નિષ્ણાંત વેટરનરી ડોકટરોની ટીમ સતત ખડેપગે હોય છે. ઉપરાંત એકસરે, લોહી પરીક્ષણ અને પૃથ્થકરણ માટે અદ્યતન લેબોરેટરી, સાથે ફોરેન્સીક નિષ્ણાંત સાથે એફ.એસ.એલની સુવિઘા, ઓપરેશન થીયેટર, તમામ પ્રકારની મેડીસીન્સ સાથેનું ફાર્મસી સેન્ટર કાર્યરત છે.

અહીં સિંહ, દીપડાઓની સાથે હરણ, સાંભર, કાળીયાર સહીતના તૃણભક્ષીઓ ઉપરાંત સાપ, મગર, અને વિવિઘ પક્ષીઓની પણ સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને હાલ કાળઝાળ ગરમીની સીજનમાં વન્ય જીવોને ગરમીથી રાહત મળે તે માટેની ખાસ અલાયદી વ્યવસ્થા આ રેસ્કયુ સેન્ટર ખાતે કરવામાં આવે છે.

દેશના પ્રથમ અને નુમનેદાર સાસણ ગીર રેસ્કયુ સેન્ટર ખાતે સારવાર માટ વિશેષ કાળજી રાખવામાં આવે છે. ખાસ કરીને જગંલમાં તેની માંથી વિખુટા પડી ગયેલ અથવા ત્યજી દેવાયેલ બાળ સિંહ અને બાળ દીપડાઓની પણ ખાસ કાળજી સાથે સારવાર કરવામાં આવે છે તાજેતરમાં તાલાલા ગીરના આંબળાસ ગીર વિસ્તારમાં એક સિંહણનું મોત થયેલું જેના બે નાના સિંહ બાળને સાસણગીરની આ અદ્યતન હોસ્પીટલમાં વનકર્મીઓ દ્વારા માતૃત્વસભર સારવાર અને દેખરેખ રાખવામાં આવી રહી છે અને તે સારી એવી તંદુરસ્તી ઘરાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]