ડિસેમ્બરમાં 2023માં PM મોદીના હસ્તે સુરતમાં શરૂ કરાયેલા ડાયમંડ બુર્સની ઘણા સમયમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું. ઉદ્ધાટન બાદ ત્યાં કોઈ પણ ઓફિસ શરૂ કરવામાં આવી ન હતી. ત્યારે આગામી 7 તારીખના અષાઢી બીજના દિવસ સુરતના ડાયમંડ બુઝમાં 250 જેટવી ઓફિસો શરૂ થવાની બુર્સના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત દિવાળી સુધી 1000 ઓફિસ ડાયમંડ બુર્સમાં શરૂ થઈ જશે.
ગત દશેરાના દિવસે સુરતના ડાયમંડ બુર્સમાં કુંભઘડો મુકવામાં આવ્યો હતો. જે બાદ ડિસેમ્બર માસમાં સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન PM નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. જો કે, અત્યારસુધી સુરત ડાયમંડ બુર્સમાં એક પણ ઓફિસ શરૂ થઈ નથી. ત્યારે ફરી એક વખત ડાયમંડ બુર્સને વેગ વંતુ કરવાની કવાયતા હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને હવે ડાયમંડ બુર્સના સંચાલકો અષાઢી બીજના દિવસે 250 જેટલી ઓફિસો શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ડાયમંડ બુર્સના સંચાલકોએ જણાવ્યું કે હાલ 500 જેટલી ઓફિસમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. સુરત ડાયમંડ બુર્સમાં દિવાળી સુધીમાં 1,000 ઓફિસ શરૂ થઈ જશે તેવો દાવો પણ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે.
સુરત ડાયમંડ બુર્સ ફરી ધમધમતું કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. જેમાં કતારગામ, મિની બજારથી સિટી બસ દોડાવાશે. તેમજ સિટી બસનું ભાડું ડાયમંડ બુર્સ ચૂકવશે. જેમાં દર કલાકે નોન સ્ટોપ બસ ચલાવામાં આવશે. 7 જુલાઈએ સુરત ડાયમન્ડ બુર્સનું રિ-ઓપનિંગ થશે. તેમજ 8 જુલાઈથી ‘ડાયમંડ બુર્સ રૂટ’ નામ હેઠળ બસ શરૂ થશે. સુરત મનપા ચાર ઈલેક્ટ્રિક બસ શરૂ કરશે. તેમાં 3થી 5 હજાર લોકોની અવરજવર શરૂ કરવાનો પ્રયાસ છે.
