સુરતઃ દેવાંશી ધનેશભાઈ સંઘવી એનું નામ. વય નવ વર્ષની. બાળ વજુ કુમારને જન્મતાં જ દીક્ષાના ભાવ જાગ્રત થયા હતા. તેને આદર્શ બનાવી આ કુમળી વયે દીક્ષા લેવા જઈ રહેલી દેવાંશી એમ જ દીક્ષા નથી લઈ રહી, જન્મતાની સાથે જ એને દીક્ષાના સંસ્કાર મળ્યા છે. માતા અમીબહેને એના જન્મ બાદ તરત જ નવકાર સંભળાવ્યો હતો અને એ પછી અનેક સ્તોત્ર અને પદો દેવાંશીના કાન અને જીવનને પવિત્ર કરતા રહ્યા. ચાર માસની વયમાં જ ચોવિહાર શરૂ થઈ ગયો હતો. બે વર્ષે ઉપવાસ, છ વર્ષે વિહાર, સાતમા વર્ષે પૌષધ કર્યા.
શહેરની 16 ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ દેવાંશીની દીક્ષાના સાક્ષી બનવા માટે વહેલી સવારે ચાર વાગ્યાથી દીક્ષા નગરીમાં સૌ પોતાનું સ્થાન લઈ રહ્યા હતા. 30,000થી વધુ ધર્મપ્રેમીઓના દીક્ષાર્થીના જયકાર વચ્ચે નવ વર્ષની દેવાંશીએ સૂરિરામ-ગુણ કૃપાપ્રાપ્ત પ્રવચનપ્રભાવક જૈનાચાર્ય પ.પૂજ્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને હાથે રજોહરણ સ્વીકારી સંયમ જીવનમાં ડગ માંડ્યાં હતાં.
શહેરની 16 ડિગ્રીની કડકડતી ઠંડીમાં પણ દેવાંશીની દીક્ષાના સાક્ષી બનવા માટે વહેલી સવારે ચાર વાગ્યાથી દીક્ષા નગરીમાં સૌ પોતાનું સ્થાન લઈ રહ્યા હતા. 30,000થી વધુ ધર્મપ્રેમીઓના દીક્ષાર્થીના જયકાર વચ્ચે નવ વર્ષની દેવાંશીએ સૂરિરામ-ગુણ કૃપાપ્રાપ્ત પ્રવચનપ્રભાવક જૈનાચાર્ય પ.પૂજ્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાને હાથે રજોહરણ સ્વીકારી સંયમ જીવનમાં ડગ માંડ્યાં હતાં. ચિક્કાર હક્ડેઠઠ દીક્ષા મંડપ દેવાંશીના જયજયકારથી ગુંજી ઊઠ્યો હતો.
ત્યાર બાદ તરત જ દીક્ષાર્થી દેવાંશીનો પણ અતિભવ્ય પ્રવેશ થયો હતો. આજના દિવસે દેશભરના સંઘો ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા વિધિમાં ગુરુદેવના માંગલિક બાદ બાળ વીરાંગના દેવાંશીને વિજય તિલક કરવામાં આવ્યું હતું. એ પછી ગુરુપૂજન, પ્રભૂપુજન, માતા પિતાનાં વધામણાં, ગુરુ પ્રવચન અને આવી રજોહરણની પળ.. બરાબર 10.12 વાગ્યે ગુરુદેવે દેવાંશીના હાથમાં ઓઘો મૂક્યો અને જાણે સમગ્ર સૃષ્ટિનું સુખ હાથમાં આવી ગયું હોય એવા ભાવ સાથે દેવાંશી નાચવા લાગી હતી અને મંડપમાં દીક્ષાર્થીનો જયઘોષ થઈ રહ્યો હતો.
ત્યાર બાદ દીક્ષાર્થી દેવાંશી જ્યારે મુંડન અને વેશ પરિવર્તન સાથે દીક્ષા મંડપમાં પ્રવેશી ત્યારે પણ નૂતન દીક્ષાર્થીના જયકાર સાથે બલર ફાર્મ સાથે સમગ્ર વેસુનું વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. દેવાંશીને સંયમ જીવનનું પૂજ્ય સાધ્વીજી શ્રી દીગંતપ્રજ્ઞાશ્રીજી મ.સા.નામ આપવામાં આવતાં ફરી એક વાર નૂતન દીક્ષિત ‘અમર રહો’નો ગગનભેદી નાદ ગાજી રહ્યો હતો. પેવેલિયન જેવી બેઠક વ્યવસ્થાના પ્રથમ વારની વ્યવસ્થાથી દરેક લોકો સારી રીતે દીક્ષા જોઈ શક્યા હતા. અને રજોહરણ સુધી 30,000માંથી એક પણ વ્યક્તિ સ્થાન પરથી ઊભા થઈ ન હતી. વિશ્વ હિતચિંતક પ.પૂજ્ય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાએ આજે હ્રદયસ્પર્શી હિતશિક્ષા ફરમાવી હતી.