જળવાયુ પરિવર્તન સામે લડવા અને મહિલા સશક્તીકરણ પર કોન્ફરન્સ

અમદાવાદઃ મહિલા અને બાલ કલ્યાણ જેવા અનેકવિધ ક્ષેત્રે કાર્યરત ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ તેની સ્થાપનાના ૨૫મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં ઉષા પર્વ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જળવાયુ પરિવર્તનને ઓછું કરવા માટે મહિલાઓનું સશક્તીકરણ પર એક દિવસીય કોન્ફરન્સ -ઉદગમ સૂરોત્સવમાં મહિલાલક્ષી ગીતો, મહિલા શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ અને ૧૪મા ઉદગમ વુમન્સ એચીવર્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.  

ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ, નિરુભાઈ દેસાઈ AMA સેંટર ફોર કલાયમેટ મેનેજમેન્ટ અને વિશ્વ યુવક કેન્દ્ર, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે એમ્પાવરિંગ વુમન ટુ મીટિંગેટ કલાયમેટ ચેન્જની કોન્ફરન્સનુ આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં કરવામાં આવ્યું હતું. આ કોન્ફ્રન્સનો ઉદેશ્ય જળવાયુ પરિવર્તન સામે લડવા માટે મહિલા સશક્તીકરણ છે, કારણ કે જળવાયુ પરિવર્તનની વધુમાં વધુ અસરો મહિલાઓને થઈ રહી છે.

આ કોન્ફ્રરન્સના ઉદઘાટન સત્રમાં ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયૂર જોષીએ ઉદગમના ૨૫ વર્ષનાં કાર્યોની માહિતી આપતાં ભારતની જળવાયુ પરિવર્તન સામે લડવા માટે મહિલા સશક્તીકરણનો ઉદ્દેશ જણાવ્યો હતો. AMAના સેક્રેટરી જયનીલ શાહે નિરુભાઈ દેસાઈ AMA સેંટર ફોર કલાયમેટ મેનેજમેન્ટ વિશે માહિતી આપી હતી. વિશ્વ યુવક કેન્દ્ર, નવી દિલ્હીના પ્રોગ્રામ ઓફિસર મંજુનાથે વિશ્વ યુવક કેન્દ્રના માહિતી આપતાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તના કાર્યક્રમમાં ભારતમાં ૨૦૦ વધુ કાર્યક્રમોમાં ૧૫૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આ કોન્ફરન્સમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, વિધાર્થીઓ, શિક્ષણવિદો અને મહિલાઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે ઉદગમના મેનેજિંગ ટ્રસ્ટી ડો.મયૂર જોષી સાથે AMAના કાર્યકારી નિર્દેશક ઉન્મેષ દીક્ષિત અને દિશાંક પંચાલે સાથે વિશ્વ યુવક કેન્દ્રના CEO ઉદયશંકર સિંહ અને વાગ્મી જોષીએ ખૂબ જહેમત ઉઠાવી હતી