ઝૂંપડપટ્ટી પુનર્વસનમાં ગુજરાત અગ્રેસર છેઃ સીએમ રુપાણી

ગાંધીનગર-  સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશનનો નેશનલ વર્કશોપ યોજાયો હતો. જેને ખુલ્લો મૂકતાં સીએમ વિજય રુપાણીએ જણાવ્યું હતું કે ઝૂંપડપટ્ટી પુનર્વસનમાં ગુજરાત અગ્રેસર છે.

  • પ્રધાનમંત્રી આવાસ યોજના વિકાસનો બેઇઝ છે
  • રાજ્યમાં સ્લમ એન્વાયરમેન્ટ ચેઇન્જ કરી ઝૂગ્ગી-ઝોપડીના સ્થાને જ સુવિધાસભર આવાસો આપવાની પહેલ કરી છે
  • બહેતરીન આવાસ સુવિધાથી ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોની લાઇફ સ્ટાઇલ અપગ્રેડ થશે
  • ર૦રર સુધીમાં સૌને આવાસનું વડાપ્રધાનનું સપનું પાર પાડવા કમર કસીએ

તેમણે જાહેર કર્યુ કે, રાજયમાં ઝૂંપડપટ્ટી પુનર્વસન હેઠળ ઇન-સી-ટુ રિહેબીલીટેશનના ૪પ હજાર સુવિધાયુકત આવાસ લક્ષ્યાંક સામે ૧પ હજાર પૂર્ણ થઇ ગયા છે. નવા રપ હજાર આવાસોનું આયોજન પણ રાજ્ય સરકારે કર્યુ છે.સીએમ રુપાણીએ સ્માર્ટ ટેકનોલોજી ફોર હાઉસીંગ એન્ડ ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશન વિષયક નેશનલ વર્કશોપનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતાં આમ જણાવ્યું હતું.

આ એક દિવસીય વર્કશોપમાં દેશના ર૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શહેરી વિકાસ સચિવો, વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.ર૦રર સુધીમાં દેશના હરેક નાગરિકને છત મળે, આવાસ મળે તે માટે સ્લમ એન્વાયરમેન્ટ ચેન્જ કરી ઝૂગ્ગી-ઝોંપડી હટાવીને ત્યાં જ સુવિધાસભર આવાસ નિર્માણ માટે ગુજરાતમાં પહેલરૂપ આયામો અપનાવ્યાં છે.

રુપાણીએ વધુમાં જણાવ્યું હતું કે બહેતરીન આવાસ સુવિધા મળે તો લાઇફ સ્ટાઇલ જીવન ધોરણ પણ અપગ્રેડ થાય. ગુજરાતમાં આ જ બાબત કેન્દ્રસ્થાને રાખીને રાજ્ય સરકારે EWS, સ્લમ રિહેબીલીટેશન, LIG, વગેરેમાં આવશ્યક વસ્તુઓ, સુવિધાઓ, પબ્લીક એમીનીટીઝ આપ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY વિકાસનો બેઇઝ છે. સૌને આવાસ છત્ર મળે વિકાસના અવસર મળે તેવું હાર્દ આ યોજના સમાયેલ છે.

શહેરી ક્ષેત્રોમાં શ્રમજીવી વસાહતો ઝૂગ્ગી-ઝોંપડીના ઇન-સી-ટુ રિહેબીલીટેશન માટે આવાસ લાભાર્થી-આમજનતાની સહમતિથી કોન્ટ્રોવર્સી વિના આ પ્રોજેકટ પૂર્ણ કરીને દેશભરમાં ર૦રર સુધીમાં સૌને આવાસ મળે તે માટે આ વર્કશોપના વિચાર મંથનમાંથી નવી દિશા મળશે.

આ વર્કશોપમાં સૌને આવાસ ઉપલબ્ધ કરાવવાની સંકલ્પનામાં ભારત સરકાર દ્વારા એફોડેબલ હાઉસીંગ, ક્રેડીટલીંન્ક સબસિડી, ઇન-સી-ટુ સ્લમ રિહેબીલીટેશન વગેરે ક્ષેત્રોમાં રાજ્યોને મદદ અને અપાયેલા લક્ષ્યાંકની છણાવટ કરવામાં આવી હતી.દેશના શહેરી ક્ષેત્રોમાં ૧.૮૭ કરોડ EWS, LIG વગેરેની જે શોર્ટેજ હતી તે PMAYથી પૂર્ણ થવાનું આયોજનબધ્ધ પ્લાનિંગ થયું છે.