ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના મહાનગરોના આયોજનબદ્ધ ઝડપી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાની સાથે અમદાવાદ, વડોદરા અને રાજકોટ શહેર સહિત કુલ ૬ ટાઉન પ્લાનિંગ સ્કીમ તથા બોરસદના ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપી છે.
મુખ્યપ્રધાને જે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરી છે તેમાં અમદાવાદની ત્રણ પ્રારંભિક ટી.પી. ૩૪ (જગતપુર), ટી.પી. નં. ૯૯ (ચીલોડા-નરોડા) તથા ટી.પી. નં. ૫૭ (નારોલ દક્ષિણ-૧) તથા વડોદરાની એક પ્રારંભિક ટી.પી. નં. ૨ (સેવાસી)નો સમાવેશ થાય છે. રાજકોટમાં વિકસતા વિસ્તારની બે ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. ૩૬/૩ (ઘંટેશ્વર-પરાપીપળીયા) અને નં. ૪૨ (વાજડીવડ)ને પણ મંજૂરી આપી છે. આ વિસ્તારોની પ્રારંભિક ટી.પી. મંજુર થતા હવે સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ અને રસ્તાઓના કામોનું અમલીકરણ ઝડપી બનવાથી નાગરિક સુખાકારીમાં વૃદ્ધિ થશે.
મુખ્યપ્રધાને બોરસદ શહેરના વિકાસ નકશાને પણ મંજૂરી આપતા આ વિસ્તારના આયોજનબદ્ધ વિકાસને વેગ મળશે