ગાંધીનગર– ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૧-ઊંઝા, ૬૪-ધ્રાંગધ્રા, ૭૭-જામનગર ગ્રામ્ય, ૮૫-માણાવદર તથા ૯૧-તલાલા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું તા.૨૮/૦૩/૨૦૧૯ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. ત્યારે ત્રીજા દિવસે શનિવારે 7 ફોર્મ લોકસભા માટે અને 1 ફોર્મ ઊંઝા વિધાનસભા બેઠક માટે ભરાયું હતું.
આજેતા.૩૦/૦૩/૨૦૧૯ના રોજનીચે દર્શાવેલ કુલ: ૭ (સાત) ઉમેદવારો તરફ્થી ઉમેદવારી પત્રો ભરાયા છે :-
ક્રમ | ઉમેદવારનું નામ | પક્ષ | લોકસભા મતવિભાગ |
૧. | શાહ અમિતભાઈ અનિલચંદ્ર | ભારતીય જનતા પાર્ટી | ૦૬-ગાંધીનગર |
૨. | કાછડીયા કેશવલાલ રામજીભાઈ | અપક્ષ | ૦૬-ગાંધીનગર |
૩. | પત્રકાર રાજ્યગુરુ રામકૃષ્ણ નરભેશંકર | અપક્ષ | ૧૨-જામનગર |
૪. | પઠાણ આયશાબાનુ નાજીરખાન | અંબેડકર નેશનલ કોંગ્રેસ | ૧૭-ખેડા |
૫. | તપનભાઈ શાંતિમય દાસગુપ્તા | સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ) | ૨૦-વડોદરા |
૬. | વસાવા ઉત્તમભાઈ સોમાભાઈ | ભારતીય ટ્રાયબલ પાર્ટી | ૨૩-બારડોલી (અ.જ.જા.) |
૭. | વસાવા સુભાષભાઈ કાનજીભાઈ | ભારતીય ટ્રાયબલ પાર્ટી | ૨૩-બારડોલી (અ.જ.જા.) |
આમ અગાઉના કુલ: ૭ ઉમેદવારો સહિત હવે કુલ: ૧૪ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે.
જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે નીચે દર્શાવ્યા પ્રમાણે કુલ: એક ઉમેદવાર તરફ્થી ઉમેદવારી પત્ર ભરાયાં છે.
ક્રમ | ઉમેદવારનું નામ | પક્ષ | વિધાનસભા મતવિભાગ |
૧. | પટેલ હરેશકુમાર નરોત્તમભાઈ | અપક્ષ | ૨૧-ઊંઝા |
તા.૩૧/૦૩/૨૦૧૯ને રવિવારના રોજ જાહેર રજા હોવાથી ઉમેદવારીપત્રો ભરી શકાશે નહીં.
તા.૦૪/૦૪/૨૦૧૯ના રોજ ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે.