દેના ગુજરાત ગ્રામીણ બેંક હવેથી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક

અમદાવાદ-  નાણાં મંત્રાલય દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ની અધિસૂચના દ્વારા બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને દેના ગુજરાત ગ્રામીણ બેંકના એકીકરણને મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત નવી બેંક ૧ એપ્રિલ, ૨૦૧૯ થી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક તરીકે ઓળખાશે જેની હેડ ઓફીસ વડોદરા ખાતે રહેશે.

બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંક અધિનિયમ, ૧૯૭૬ હેઠળ સ્થપાયેલી બેંક છે. આ જોડાણ સાથે દેના ગુજરાત ગ્રામીણ બેંકના બદલે હવે નવી બેંક – બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ૪૮૮ શાખાઓ ગુજરાત રાજ્યના ૨૨ જિલ્લાઓમાં રહેશે. જેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, ખેડા, મહીસાગર, મહેસાણા, નર્મદા, નડીયાદ, નવસારી, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, સુરત, તાપી, વલસાડ અને વડોદરા જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગ્રાહક સેવાઓ નવી બેંકની બધી શાખાઓ પર પહેલા દિવસથી સાતત્યપૂર્ણ અને અનાવરોધિત રહેશે.

બેંકમાં RTGS/NEFT, મોબાઇલ બેન્કિંગ, E-banking, IMPS, UPI, ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા જેવી તમામ સવલતો પણ ઉપલબ્ધ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]