દેશભરમા ભારતીય જનતા પાર્ટી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન ચાલી રહ્યુ છે. પ્રાથમિક સભ્ય બન્યા પછી હવે ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય બનવાનો પ્રારંભ આજથી શરૂ થયો છે. ત્યારે આજ રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્ય તરીકેનું ફોર્મ ભર્યુ હતું.
આ કાર્યક્રમ સંદર્ભે પ્રદેશ ઉપાઘ્યક્ષ ગોરઘનભાઇ ઝડફીયાએ માહિતી આપતા જણાવ્યું કે, આજ રોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સક્રિય સભ્ય બનાવા અંગેનું ફોર્મ ભર્યુ. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પણ સક્રિય સભ્ય તરીકે ફોર્મ ટુંક દિવસમા ભરાવવામા આવશે. સમગ્ર ગુજરાતમાં સંગઠનના પદાધીકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના જે કાર્યકર્તાઓએ તેમની લીંક માંથી 100 પ્રાથમિક સભ્ય બનાવ્યા હશે. તેમને સક્રિય સભ્ય બનાવવાનો પ્રારંભ આજથી થયો છે. તારીખ 31 ઓક્ટોમ્બર સુધી પ્રાથમિક સભ્ય બનાવવાનુ અભિયાન સાથે સક્રિય સભ્ય બનાવવામાં આવશે.
ગોરઘનભાઇએ પ્રાથમિક સભ્ય અંગેની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, અંદાજે 45 દિવસમા 1.8 કરોડ પ્રાથમિક સભ્ય નોંધાયા છે. પ્રાથમિક સભ્ય બનાવવા અંગે સભ્યોની ઉમંર, વિધાનસભા, મોબાઇલ નંબર, એડ્રેસ સાથેની આખી વિગત એકત્ર કરી છે. જે કાર્યકર્તાએ 100 સભ્યો બનાવ્યા હશે તેમજ પાર્ટીમા ભવિષ્યમા સારી રીતે કામ કરનાર અને પાર્ટીમા સક્રિયતાથી કામ કરતા કાર્યકર્તાઓ માટે સક્રિય સભ્ય બનાવવાનુ કામ આજથી શરૂ થયુ છે.
