નવી દિલ્હીઃ ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને 2002નાં તોફાનોમાં બિલ્કિસ બાનુ બળાત્કાર મામલે 11 દોષીઓને સમય પૂર્વે છોડી મૂકવાના ચુકાદામાં રાજ્યની વિરુદ્ધ ટિપ્પણીઓને અયોગ્ય જણાવતાં એને દૂર કરવાની વિનંતી કરી છે.
બિલ્કિસ બાનુએ બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના 11 દોષીઓને સમય પૂર્વે છોડી મૂકવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર વિરુદ્ધ પ્રતિકૂળ ટિપ્પણીઓ કરી હતી.
સરકારે અરજીમાં કહ્યું હતું કે ટોચની કોર્ટનો આઠ જાન્યુઆરીનો ચુકાદો સ્પષ્ટ રીતે ત્રુટિપૂર્ણ હતો, જેમાં રાજ્યને ‘અધિકાર હડપવા’ અને ‘વિવેકાધિકારનો દુરુપયોગ’ કરવા માટે દોષી ઠેરવવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ટોચની કોર્ટ એક અન્ય સમન્વય પીઠે મે, 2022માં ગુજરાત રાજ્યને ‘ઉપયુક્ત સરકાર’ કહી હતી અને રાજ્યને 1992ની છૂટ નીતિ અનુસાર દોષીઓમાંથી એકની માફી અરજી પર નિર્ણય લેવા માટે નિર્દેશ આપ્યા હતા.
પુનર્વિચાર અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 13 મે, 2022 (સમન્વય પીઠના)ના ચુકાદાના વિરોધ સમીક્ષા અરજી દાખલ નહીં કરવા માટે ગુજરાત રાજ્યની વિરુદ્ધ ‘અધિકાર હડપવા’નો કોઈ પ્રતિકૂળ નિષ્કર્ષ ના કાઢી શકાય.
આ અરજી અનુસાર કોર્ટે આકરી ટિપ્પણી કરી હતી, જે ગુજરાત રાજ્યએ મિલીભગતથી કામ કર્યું અને પ્રતિવાદી નંબર ત્રણ- આરોપીની સાથે સાઠગાંઠ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એ ટિપ્પણી ના માત્ર અન્યાયી છે અને આ મામલાના રેકોર્ડની વિરુદ્ધ છે. બલકે અરજીકર્તા—ગુજરાત રાજ્ય વિશે ગંભીર પૂર્વાગ્રહ પેદા કર્યા છે.