અમદાવાદ: મુંબઈમાં 1993માં થયેલા સિરિયલ બ્લાસ્ટના કેસના ચાર આરોપીઓની ગુજરાત ATS દ્વારા અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ ચાર આરોપીઓમાં અબુ બકર, યુસુઝ ભટાકા, શોએબ બાબા અને ડી. સૈયદ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે.
આ ચાર આરોપીઓ દાઉદની નજીકના છે અને વર્ષ 1993 મુંબઈ બ્લાસ્ટના ફરાર થયેલા હતા. આ આરોપીઓ બ્લાસ્ટ કર્યા બાદ વિદેશ જવામાં સફળ રહ્યા હતા. આ લોકો નકલી પાસપોર્ટ લઇને અમદાવાદમાં આવ્યા હતા.
મુંબઈમાં આશરે 29 વર્ષ અગાઉ 12 માર્ચ, 1993એ 12 જેટલા સિરિયલ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બધડાકામાં 250થી લોકોનાં મોત થયાં હતાં અને 800થી વધુ જણ ઇજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં સંજય દત્ત સહિત 100 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં અત્યાર સુધી 14 દોષીઓને ફાંસીની સજા સંભળવામાં આવી છે અને ટાઇગર મેમનના ભાઈ યાકુબ મેમનને 2015માં ફાંસી આપવામાં આવી છે. આ કેસમાં ગેરકાયદે હથિયાર રાખવાને મામલે સંજય દત્ત સજા પૂરી કરી ચૂક્યો છે.