અમદાવાદ: કોરોના વાઇરસના નવા ઓમિક્રોન વેરિયેન્ટના ઓછાયા વચ્ચે રાજ્ય સરકારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 યોજવા કવાયત તેજ કરી દીધી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં વિવિધ કાર્યો માટે પાણીની જેમ નાણાં વાપરવામાં આવી રહ્યા છે. જોકે વરવી વાસ્તવિકતા એ છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MoU કરવામાં આવ્યા પછી 65 ટકા ઉદ્યોગો જ અમલમાં આવે છે. કુલ MoU થયેલા કુલ પ્રોજેક્ટો પૈકી 35 ટકા પ્રોજેક્ટો કોઈ ને કોઈ કારણોસર પડતાં મૂકવામાં આવે છે.
સરકારે છેલ્લી આઠ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કુલ રૂા. 55,91,169 કરોડનું અંદાજે મૂડીરોકાણ થયું હોવાનો દાવો કર્યો છે. દુબઇ સહિત દેશ-વિદેશમાં રોડ-શો યોજવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારના અહેવાલ મુજબ વર્ષ 2003થી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં MoUની સંખ્યામાં સતત વધારો થR રહ્યો છે. વર્ષ 2017માં 24,774 MoU થયા હતા અને 1990 પ્રોજેક્ટ કાગળ પર જ રહ્યા હતા. છેલ્લાં 14 વર્ષમાં MoU થયેલા કુલ 76,512 પ્રોજેક્ટ પૈકી 42,735 પ્રોજેક્ટ શરૂ થઈ શક્યા છે.
આમ કુલ પ્રોજેક્ટોમાંથી 18,849 પ્રોજેક્ટો પડતા મૂકવામાં આવ્યા છે. વર્ષ 2003માં કુલ એમઓયુના 52 ટકા પ્રોજેક્ટ અમલમાં આવ્યા હતા. વર્ષ 2017માં અમલમાં આવેલા પ્રોજેક્ટોની ટકાવારી વધીને 62.59 ટકા રહી હતી.
છેલ્લાં 14 વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં 6793 પ્રોજેકટો તો હજુ સરકારી પ્રક્રિયા હેઠળ છેલ્લાં આઠ વાઇબ્રન્ટ ગુજરાતને લીધે શરૂ થયેલાં ઉદ્યોગોને લીધે 22.71 લાખ બેરોજગારોને રોજગારી મળી છે તેવો સરકારે દાવો કર્યો છે.