અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા

વર્જિનિયાઃ અમેરિકાના વર્જિનિયામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયાના ન્યુ પોર્ટમાં આવેલા એક સ્ટોરમાં રાત્રે થયેલા ફાયરિંગમાં મોતને ભેટેલા ગુજરાતીની ઓળખ પ્રેયસ પટેલ (52 વર્ષ) તરીકે કરવામાં આવી છે. જેઓ આણંદના સોજિત્રાના વતની હતા. તેમની સાથે 35 વર્ષના એડવર્ડ થોમસ નામના એક વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી હતી. પ્રેયસ પટેલની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હોવાની શંકા છે. જોકે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ શકમંદની વિગતો જાહેર નથી કરવામાં આવી.

આ સ્ટોરમાં કામ કરનારા એક કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે પ્રેયસ પટેલ તેના માલિક હતા, જ્યારે એડવર્ડ નોકરી કરતો હતો. સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ ઘટનાના દ્રશ્યો ઝડપાયા છે, જેના આધારે પોલીસ હત્યારા સુધી પહોંચાવાના પ્રયાસ કરી રહી છે. પોલીસ આસપાસનાં ઘર તેમ જ શોપ્સના ફુટેજ પણ એકત્ર કરી રહી છે.  આ ઘટના અંગેની કોઈ પણ માહિતી આપવા પણ પોલીસે અપીલ કરી છે.

મૃતક પ્રેયસ પટેલને ત્રણ બાળકો હોવાનું જાણવા મળ્યું છે. તેમના પત્ની પણ સ્ટોર ચલાવવામાં પ્રવૃત્ત હતાં. મૂળ ગુજરાતી પ્રેયસ પટેલ છેલ્લાં પંદરેક વર્ષથી સ્ટોર ચલાવી રહ્યા હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]