જૂનાગઢ મહાનગરપાલિકા અને 68 નગરપાલિકાઓમાં નવા પ્રમુખની જાહેરાત

જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ હવે આજે (5 માર્ચ) પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી ચાલી રહી છે. ગઈકાલે ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટિલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયાતના પ્રમુખોની બેઠક યોજાઈ હતી. જેમાં જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણીની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે.

  • જુનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોશીયાની નિમણૂક થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારા, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પલ્લવીબેન ઠાકર અને શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણીની પસંદગી કરવામાં આવી છે.
  • આ ઉપરાંત બોટાદ નગર પાલિકાના પ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબહેન જોટાણીયા અને કારોબારી ચેરમેન તરીકે જયશ્રીબહેન વરણી કરવામાં આવી છે.
  • ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે હિતેશ પટેલ ઉપપ્રમુખ સુરેશભાઈ મેરના નામની જાહેરાત કરવામાં આવી છે.
  • મહિસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ ડૉ. કીર્તિ પટેલ બાલાસિનોર નગરપાલિકાના પ્રમુખ ગાયત્રીબહેન ત્રિવેદી સંતરામપુર નગરપાલિકાના પ્રમુખ નિશાબહેન મોદી બન્યા છે.
  • બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલ બન્યા છે.
  • કોડીનાર નગરપાલિકાના પ્રમુખ આબીદાબહેન નકવી અને ઉપપ્રમુખ શીવાભાઈ હમીરભાઈ સોલંકી જ્યારે કારોબારી ચેરમેન વિવેક મેરની જાહેરાત કરવામાં આવી છે.
  • ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે બહેનાબહેન ચુડાસમાનું નામ સામે આવ્યું છે.
  • માંગરોળ નગરપાલિકાના પ્રમુખ ક્રિષ્ણાબહેન થાપલિયા બન્યા છે.
  • માણાવદર નગરપાલિકાના પ્રમુખ જીતુ પનારાને બનાવ્યા છે
  • બાટવા નગરપાલિકાના પ્રમુખ સુનીલ જેઠવાણી
  • વિસાવદર નગરપાલિકાના પ્રમુખ રક્ષાબહેન મહેતા
  • વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશ ત્રાંબડિયા
  • ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન બારોટ
  • ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથા રાઠોડ
  • થાન નગરપાલિકાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ રાણા

નગરપાલિકાના પ્રમુખોની યાદી સતત અપડેટ થઈ રહી છે….