આપના અધ્યક્ષ ઇસુદાન ગઢવીના ટ્વીટ પર FIR નોંધાઈ

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100 એપિસોડ પૂરા કરી લીધા છે. એને લઈને 30 એપ્રિલે એક સત્તાધારી પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી, ત્યારે વિપક્ષી પાર્ટીએ એની ટીકા કરી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ‘મન કી બાત’ને લઈને એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે એક કાર્યક્રમનો ખર્ચ રૂ. 8.30 કરોડ કર્યો હતો. આ ટ્વીટને લઈને અમદાવાદ સાઇબર ક્રાઇમે FIR નોંધી હતી.

ઇસુદાન ગઢવીએ 28 એપ્રિલે જે ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે ‘મન કી બાત’ કાર્યક્રમના એક એપિસોડનો ખર્ચ રૂ. 8.30 કરોડ છે અને આ કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થઈ ચૂક્યા છે. આપ નેતાના ટ્વીટ પછી PIB ફેક્ટ ચેક દ્વારા એનું ખંડન કરતાં એને ખોટી જણાવી હતી.

PIBના ટ્વીટ પછી આ મામલામાં જનતાને ગુમરાહ કરવાના આરોપમાં FIR નોંધવામાં આવી હતી. અમદાવાદ સાઇબર ક્રાઇમે ઇસુદાન ગઢવીની સામે IT એક્ટ હેઠળ મામલો નોંધી લીધો છે. ક્રાઇમ બ્રાન્ચના ACP જિતુ યાદવે કહ્યું હતું કે આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ટ્વિટર હેન્ડલ ઇસુદાનનું છે કે કોઈ બીજાનું. આ સિવાય ટ્વીટ કોણે કર્યું હતું. એને લઈને તપાસ કરવામાં આવશે.

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં 650 પોલીસ સ્ટેશન છે, જેને પણ પરેશાની હોય, એ ફરિયાદ આપી શકે છે. આ મામલો નોંધવામાં આવ્યો છે. આ મામલે હવે તપાસ કરવામાં આવશે. જોકે ઇસુદાન ગઢવીએ ટ્વીટને ડિલીટ કરી દીધું હતું.