અમદાવાદ- વર્ષ 2002માં ગાંધીનગર અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલામાં આજે 16 વર્ષ બાદ અમદાવાદ ક્રાઈમ બાન્ચની ટીમને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી મોહમ્મદ ફારુક શેખની ધરપકડ કરી છે.મોહમ્મદ ફારુક શેખ છેલ્લા 16 વર્ષથી ફરાર હતો, ત્યારે કાર્ઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી કે, આરોપી તેના સંબંધીઓને મળવા આવનાર છે, જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેના સંબંધીઓ પર સતત વોચ ગોઠવી હતી અને આરોપીને ઝડપી પાળવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના તમામ અધિરીઓએ બાતમીના આધારે તેમના સંબંધીના ઘર અને અન્ય સ્થળ પર વોચ ગોઠવી હતી, ત્યારે આજે આરોપી મોહમ્મદ ફારુક શેખ તેમના સંબંધીઓને મળવા આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબાચી લીધો હતો. અને વધુ પુછપરછ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર ખાતે અક્ષરધામ પર હુમલો કરાવનારો માસ્ટરમાઈન્ડ અબ્દુલ રશીદ અજમેરીને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વર્ષ 2017માં ધરપકડ કરી હતી. અબ્દૂલ રશીદ અજમેરી સાઉદી અરેબિયાના રિયાધથી પરત ફરતો હતો તે દરમિયાન ક્રાઈમબ્રાન્ચના હાથએ અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 25મી સપ્ટેમ્બર 2002ના દિવસે સાંજે 4.30 વાગે અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો જેમાં કુલ 32 લોકોના મોત થયાં હતાં. 79 લોકો ઘાયલ થયા હતા.