રીલાયન્સ ફાઉન્ડેશન અને સેન્ટાના સંયુક્ત ટીચર એવોર્ડની હજારો શિક્ષકોમાં આતુરતા….

અમદાવાદ: રીલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં શિક્ષકોનું સર્ટિફિકેશન કરતી ખાનગી કંપની સેન્ટર ફોર ટીચર એક્રેડિટેશન (સેન્ટા) સાથે અનેક વર્ષોના સહયોગ માટે કરાર કર્યો છે. આ રાષ્ટ્રીય સ્પર્ધાના 1000 વિજેતાઓ હવે રીલાયન્સ ફાઉન્ડેશન ટીચર એવોર્ડ માટે આતુર છે – જેમાં રોકડ ઇનામ અને પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. અમદાવાદની રેડબ્રિક્સ સ્કૂલના શૈક્ષણિક સંકલનકર્તા પર્લ લોબોનો વિજેતાઓમાં સમાવેશ થાય છે. તેઓ 2015માં ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યા હતા.

સેન્ટા પ્રશિક્ષણ વ્યાવસાયિકોમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે આવનારા પર્લ લોબોએ તેમના જીવન અને પ્રશિક્ષણના અનુભવમાં ખૂબ જ મોટું પરિવર્તન અનુભવ્યું છે. તેઓ માને છે કે ઉચ્ચગુણવત્તાયુક્ત શિક્ષણ સાથેના પ્રશિક્ષણ માપદંડોનું પાલન સેન્ટાના સર્ટીફિકેશનના કેન્દ્રમાં છે અને તે જ તેને શાળાના શિક્ષકો માટે શ્રેષ્ઠતાનું સીમાચિહ્ન બનાવે છે.રીલાયન્સ ફાઉન્ડેશન સેન્ટા ટીપીઓને નવા સ્તરે લઈ જવા અને તેના પ્રસારને વિસ્તારવામાં મદદ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે જેથી તે સમગ્ર દેશના શિક્ષકોને આવરી શકે.

રીલાયન્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, રીલાયન્સ ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય ભારતના સૌથી તાતા વિકાસ પડકારોના સાતત્યપૂર્ણ ઉકેલને સહયોગ પૂરો પાડવાનો છે અને આ પડકારોમાં શિક્ષણનો સમાવેશ થાય છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ પુરું પાડવામાં શિક્ષકો ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અને ટેકનોલોજી આ પ્રકારની શૈક્ષણિક પહેલને ઉચ્ચસ્તરે લઇ જવામાં મદદ કરે છે. અમારું ફાઉન્ડેશન ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ભારતના શિક્ષકોને તેમની ક્ષમતાઓમાં વધારો કરવા અને દેશના નિર્માણમાં ખૂબ જ જરૂરી એવા તેમના પ્રદાનને નવાજવા માટે આતુર છે. સેન્ટા ટીપીઓ સાથેની અમારી ભાગીદારી શિક્ષકોની પ્રતિભાની ઓળખ અને પ્રોત્સાહન માટેના પ્લેટફોર્મને સહાયરૂપ બનાવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

રીલાયન્સ ફાઉન્ડેશનનું ધ્યેય ડિજિટલ પ્લેટફોર્મ (ગ્રુપ કંપની પ્લેટફોર્મ જિઓ ઇમ્બાઇબ)નો મહત્તમ લાભ લઇને શિક્ષકોને વ્યાવાસાયિક વિકાસની તકો પૂરી પાડવાનું છે અને સેન્ટા ટીપીઓ પહેલ સાથેનું કાર્ય પ્રશિક્ષણને મહત્વાકાંક્ષી વ્યાવસાય બનાવવાનું અને તે રીતે શિક્ષણને ગુણવત્તાને સુધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

આ ભાગીદારી અન્વયે, રીલાયન્સ ફાઉન્ડેશન સેન્ટાની રાષ્ટ્રીય સ્તરની વાર્ષિક ટીચીંગ પ્રોફેશનલ્સ ઓલમ્પિયાડ (ટીપીઓ)ની મુખ્ય સ્પોન્સર બની છે. ટીપીઓની ચોથી આવૃત્તિ ડિસેમ્બર 8,2018 (શનિવાર)થી દેશના 46 શહેરો ઉપરાંત દુબઈ અને અબુધાબીમાં આયોજિત કરવામાં આવશે. ટીપીઓ 2018 પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક માટે 21 વિષયોમાં, જ્યારે મીડલ સ્કૂલ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માટે અંગ્રેજી માધ્યમમાં ઉપલબ્ધ છે, જ્યારે પ્રાથમિકમાં અંગ્રેજી, હિન્દી, કન્નડા, તમિલ અને તેલુગુ માધ્યમમાં ઉપલબ્ધ છે. નોંધણી નવેમ્બર 26, 2018ના રોજ પૂરી થશે.

સેન્ટા ટીપીઓ શિક્ષકોને પ્રોત્સાહન આપતી, તેમના કાર્યને પ્રતિષ્ઠા અર્પતી અને તેમના કાર્યને મહત્તા પ્રદાન કરતી શક્તિશાળી વ્યવસ્થા છે. શાળાઓના નવા શિક્ષકો, આચાર્યો, ટ્યુશન શિક્ષકો, બી.એડ.ના વિદ્યાર્થીઓ, ફેલોઝ અને શિક્ષણના સ્વયંસેવકો અને શિક્ષણમાં રસ ધરાવતા અન્ય લોકો સહિતના વિભાગોની વિસ્તૃત શ્રેણીમાંથી લોકો તેમાં ભાગ લેશે તેવી અમને આશા છે. તેમાં ખાનગી અને સરકારી બંને પ્રકારની શાળાઓમાંથી અને બધા બોર્ડ સીબીએસઇ, આઇસીએસઈ, સ્ટેટ બોર્ડ, આઇબી, આઇજીસીએસઇ, વગેરેમાંથી ભાગ લેવાઈ રહ્યો છે. રીલાયન્સ ફાઉન્ડેશનની મદદથી આ પહેલને જબરજસ્ત પ્રોત્સાહન મળ્યું છે અને તેના લીધે અમારા માટે કેટલાય શિક્ષકો સુધી પહોંચવું અને તેમને પ્રોત્સાહન આપવું શક્ય બન્યું છે, અને તે રીતે સમગ્ર વ્યવસાયના ગૌરવને વેગ આપવાનું શક્ય બન્યું છે, એમ સેન્ટાના સ્થાપક અને સીઇઓ રમ્યા વેંકટરમણે જમાવ્યું હતું.

રીલાયન્સ ફાઉન્ડેશન (આરએફ) અને CENTA અન્ય પહેલ દ્વારા ભવિષ્યમાં પણ સંયુક્ત અસરકારકતા માટે આતુર છે.

 રીલાયન્સ ફાઉન્ડેશન અંગેઃ

રીલાયન્સ ફાઉન્ડેશન (આરએફ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સખાવતી એકમ છે. તેનું ધ્યેય રાષ્ટ્રના વિકાસ આડેના પડકારોને દૂર કરવામાં પ્રેરક ભૂમિકા ભજવવાનું છે. આ માટે તે નાવીન્યતાસભર અને ટકાઉ સોલ્યુશન્સ પૂરાં પાડે છે. તેના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી છે. રીલાયન્સ ફાઉન્ડેશન અવિરતપણે પરિવર્તનકારી ફેરફારો માટે પ્રયત્નશીલ છે, જેથી બધાના જીવનનું ધોરણ ઊંચું આવે. ભારતની સૌથી મોટી સામાજિક પહેલ તરીકે રીલાયન્સે રાષ્ટ્ર વિકાસના મહત્વના પડકારો જેવા કે ગ્રામીણ પરિવર્તન, આરોગ્ય, શિક્ષણ અને સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA), ડિઝાસ્ટર રિસ્પોન્સ, શહેર પુર્નનિર્માણ અને કલા, સંસ્કૃતિ તથા સાંસ્કૃતિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. રીલાયન્સ ફાઉન્ડેશન સમગ્ર ભારતના બે કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શે છે. તેનો વ્યાપ દેશના 15,500 ગામ સુધી અને કેટલાય શહેરી સ્થળો સુધી છે.

 CENTA અંગે

સેન્ટર ફોર ટીચર એક્રેડિશન (CENTA)ની સ્થાપા 2014માં થઈ હતી. તે શિક્ષકોના સંપ્રભુત્વ માટે અને તેમના પ્રોફેશનલ વિકાસ માટે કામ કરે છે. આ માટે તેણે CENTA સર્ટિફિકેશન અને માઇક્રો ક્રેડેન્સિયલ્સનો કાર્યક્રમ હાથ ધર્યો છે, જે ઊંચા ધોરણોમાં કમ્પીટન્સીઝનું માર્કેટ ડ્રિવન સર્ટિફિકેશન આપે છે જેથી જ્વલંત કારકિર્દીવાળા ઉમેદવારોને સારી તકો પૂરી પાડી શકાય, કારકિર્દી અને વ્યવસાયિક વિકાસ કરી શકાય. લગભગ 2000 શહેરો, ટાઉન્સ અને ગામના 50,000થી વધુ શિક્ષકો અને સમગ્ર દેશની 5,000થી વધારે સ્કૂલો CENTA સાથે જોડાયેલી છે.