અમદાવાદઃ દક્ષિણ ભારતના વિવાદાસ્પદ આધ્યાત્મ ગુરુ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ શહેરની અડીને આવેલા હિરાપુરમાં નવો બનેલો આશ્રામ વિવાદમાં છે. અમદાવાદ શહેરના હાથીજણ નજીકના હિરાપુર ગામની સીમમાં ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં 10 મહિના પહેલાં જ શરૂ થયેલો સ્વામી નિત્યાનંદનો યોગીની સર્વાજ્ઞપીઠમ આશ્રામ વિવાદમાં આવ્યો છે. બેગ્લૂરુથી આવેલા એક દંપતિએ સ્વામી નિત્યાનંદના આશ્રામમાં તેઓની બે દીકરીઓનો જબરદસ્તી ગોંધી રાખ્યાનો અને એક દીકરી ઉપર બળાત્કાર કર્યાનો આક્ષેપ સાથે અમદાવાદમાં ધામા નાંખ્યા છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે સ્ત્રીઓના અધિકાર અને સુરક્ષા સામે લડતી અને કહેવાતી સમાજીક સંસ્થાઓ અને મહિલા આગેવાનો અત્યારે કેમ ચૂપ છે? શાં માટે નિત્યાનંદ સામેની તપાસમાં આટલો વિલંબ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિત્યાનંદ પહેલાથી જ મહિલાઓ વિશેના વિવાદિત નિવેદનોને લઈને અનેકવાર ચર્ચામાં આવી ચૂક્યા છે.
નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાં તામિલનાડુનાં એક પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેમના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા કેટલાક મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતાં. પરંતુ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પોલીસે તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરી હતી હતી. તેમની 18 વર્ષની દીકરી નિત્યાનંદિતાએ માતાપિતા સાથે જવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધખોળ કરાઈ હતી. ત્યારે ફરિયાદીનાં વકીલે સમગ્ર મામલે યુવતી ન મળી તો હાઇકોર્ટમાં હેબિયસ કોપર્શ દાખલ કરવાની ચીમકી પણ આપી છે.
જ્યારે બીજી તરફ દીકરી નિત્યાનંદિતાએ ગઇકાલે ફેસબુક પર વીડિયો મુકીને અને આજે મીડિયાને વીડિયો કોન્ફરન્સથી સંબોધીને કહ્યું હતું કે, મારૂં અપહરણ થયું નથી. હું જ્યાં પણ છું ત્યાં ખુશ છું. મારે માતાપિતા સાથે નથી જવું.
વિવાદિત સ્વામી નિત્યાનંદના હાથીજણ ખાતે આવેલા યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુના પરિવારને તેમની દિકરીઓને મળવા ન દેવાતા આ વિવાદ વધારે વકર્યો છે.
આ અંગે પોલીસે ગઇકાલે પ્રાથમિક તપાસને અંતે નિત્યાનંદ આશ્રમના સ્થાપક નિત્યાનંદ અને બે મહિલા સન્યાસી પ્રાણપિર્યા અને પિર્યતત્વા વિરૂધ્ધમાં Ipc 365,344,504,323,506-2,114 તેમજ બાળમજૂરી ધારાની કલમોની અલગ અલગ જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગુમ યુવતીનાં પરિવારને થ્રેટ હોવાથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે પરિવારને પોલીસ સુરક્ષા આપી છે. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આશ્રમનાં એડવોકેટ નીતિન ગાંધી આશ્રમ પહોંચ્યા છે.
પરિવારે પોતાની દિકરીના અપહરણનો રિતસરનો આરોપ લગાવ્યો છે. એકબાજુ પરિવારને પોતાની લાડકવાયી દિકરીની ચિંતા છે અને બીજીબાજુ પોલીસ તપાસમાં વિલંબ થઈ રહ્યો છે. ઘણી સામાજીક સંસ્થાઓ અને મહિલા આગેવાનો સ્ત્રી સુરક્ષાને લઈને મોટી મોટી વાતો કરતા હોય છે. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે એક સામાન્ય પરિવાર પોતાની દિકરી મેળવવા માટે જ્યારે ન્યાય માંગી રહ્યો છે ત્યારે આ બધા જ લોકો કેમ ચૂપ છે?