ટ્રમ્પને આવકારવા આ ચિત્રકારે તૈયાર કર્યું સુંદર પેઈન્ટિંગ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એ જાણ થતાં જ મોટી સંખ્યામાં કલાકારો પોતાની લાગણી ઓ વ્યક્ત કરી રહ્યા છે. શહેરના જમાલપુર વિસ્તારોની ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા જાણીતા કલાકાર અને નિવૃત સરકારી અધિકારી એજાઝ સૈયદે ટ્રમ્પ ને અમદાવાદમાં આવકારતા સુંદર ચિત્ર તૈયાર કર્યુ છે. આ ચિત્રમાં ટ્રમ્પની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહનું પણ ચિત્રાંકન કર્યું છે.

એજાઝ સૈયદે કહે છે કે, એક ચિત્રકાર તરીકે કેમ છો? નમસ્તે ટ્રમ્પને મેં પોટ્રેટ પેઈન્ટિંગ દ્વારા કંડારવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદ શહેર આખુંયે તેમના સ્વાગત માટે તૈયારી કરતું હોય ત્યારે મેં તેમને ભેટ આપવા માટે જ કલ્પના કરી કરી છે.

પ્રોટોકોલ મંજૂરી મને મળેલી નથી છતાંય હું ટપાલ મારફતે તેઓને મોકલી આપીશ. વિશ્વના ફલક પર મોટેરા સ્ટેડિયમ સૌથી મોટું સાકાર થવા જઈ રહ્યું છે. તો મેં પણ તેમાં ચિત્રકારી દ્વારા એક કાયમી સંભારણા રૂપે આ ચિત્ર કંડારવાનો પ્રયત્ન કર્યો છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]