અમદાવાદ- ફૂટબોલ ભલે વિશ્વભરમાં સૌથી લોકપ્રિય રમત હોય પરંતુ આપણા દેશમાં તો લોકપ્રિય રમત એટલે એક જ રમત યાદ આવે, ક્રિકેટ. આ વર્ષે ક્રિકેટની સિઝન પૂરજોશમા ખીલી છે. હાલ આઈપીએલ ચાલી રહી છે અને આગામી 30 મે થી ક્રિકેટ વર્લ્ડ કપ ચાલુ થશે અને ત્યારબાદ ઓક્ટોબરમાં ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાશે. ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે અલગ અલગ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
ક્રિકેટની આ સિઝનમાં માત્ર બાઉન્ડ્રીઝ ફટકારવાને બદલે પોતાના નસીબને અજમાવવા હજારો મહત્વાકાંક્ષી સ્પર્ધકો પોતાના અને પોતાના સ્વજન સાથે ઈંગ્લેન્ડમાં ક્રિકેટ વર્લ્ડ કપ લાઈવ માણવાનું સપનું સાકાર કરવા અમદાવાદ વન મૉલ ખાતે એકત્ર થયાં હતાં. 1લી મેના રોજ યોજાયેલ ટિકીટ ટુ હેપીનેસ વીકએન્ડ સ્પર્ધામાં અમદાવાદની ક્રિકેટપ્રેમી મધુ શારદા વિજેતા બની હતી. જેથી હવે તેને ઈગ્લેન્ડમાં આગામી 30 મે થી શરુ થતાં ક્રિકેટ વર્લ્ડ કપને લાઈવ માણવાની તક મળશે.
વિજેતાઓને ઈંગ્લેન્ડના સ્ટેડિયમમાં ખેલાડીઓને એક્શનમાં જોવાનો અનોખો લ્હાવો મળવાનો હોવાથી ‘ટિકીટ ટુ હેપીનેસ’ દરેક વીક એન્ડમાં 19 મે, 2019 સુધી ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં સામેલ કરશે. આ ઉજવણીનું સારું પાસુ એ છે કે દરેક વીકએન્ડમાં નસીબદાર સ્પર્ધકોને એલઈડી સ્માર્ટ ટીવી અને સ્માર્ટ ફોન્સ જીતવાની તક પૂરી પાડશે.
અમદાવાદ વન મૉલના કોઈપણ સ્ટોરમાંથી આ સમયગાળા દરમ્યાન રૂ.2500ની ખરીદી કરનાર ગ્રાહકો લકી ડ્રો સ્પર્ધામાં ભાગ લેવા માટે માન્ય ગણાશે.