મુંદ્રા પોર્ટ ખાતે સૌથી મોટા કન્ટેનર-જહાજનું સંચાલન

મુંદ્રાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ તથા મુંદ્રા સ્થિત સીએમએ ટર્મિનલ્સ વચ્ચેના સંયુક્ત સાહસ સમાન અદાણી સીએમએ મુંદ્રા ટર્મિનલ પ્રા.લિ. દ્વારા આજે એપીએલ રેફલ્સનું બર્થ કરવામાં આવ્યું હતું. આ સાથે ભારતના બંદરગાહ પર બર્થ કરનાર આ અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ બન્યું છે.

2013માં બાંધવામાં આવેલા આ જહાજની ક્ષમતા 176727 DWT છે અને કદમાં 397.88 મીટર લાંબું તથા 51 મીટર પહોળું છે. આ કદ ચાર ફૂટબોલ મેદાન જેટલું થાય.

2021માં મુંદ્રા પોર્ટ ભારતમાં સૌથી મોટું કન્ટેનર પોર્ટ બન્યું હતું અને હવે તેના એક ટર્મિનલ ખાતે દેશમાં પહેલી જ વાર સૌથી મોટું કન્ટેનર જહાજ બર્થ કરાયું છે. ભારત અને તેના મહત્ત્વના વ્યાપારી ભાગીદારો વચ્ચેના વેપારમાં આ વધારો સૂચવે છે. મુંદ્રા પોર્ટ ખાતે 26 બર્થ છે અને તેની વાર્ષિક ક્ષમતા 248.82 MMT કાર્ગોને સંભાળવાની છે.