અદાણી ડીફેન્સ-એરોસ્પેસે રૂ.400-કરોડમાં એર વર્ક્સને હસ્તગત કરી

અમદાવાદઃ અદાણી ગ્રુપની અદાણી ડીફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજિસ લિમિટેડ (ADSTL) કંપનીએ ભારતમાં MRO (મેન્ટેનન્સ, રીપેર અને ઓપરેશન્સ) ક્ષેત્રની સૌથી મોટી અને વૈવિધ્યતા ધરાવતી એર વર્ક્સને હસ્તગત કરવાનો એગ્રીમેન્ટ કર્યો છે. એર વર્ક્સ ભારતમાં 27 શહેરોમાં તેનું નેટવર્ક ધરાવે છે અને એની પાસે 900થી વધારે મેન્ટેનન્સ નિષ્ણાતો છે.

અદાણી ડીફેન્સ એન્ડ એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીનું કહેવું છે કે, એર વર્ક્સ કંપનીએ દેશમાં સંરક્ષણ તથા એરોસ્પેસ જેવા મહત્ત્વના ક્ષેત્રો માટે વ્યાપક ઓપરેશનલ ક્ષમતા હાંસલ કરી છે.

1951માં સ્થપાયેલા એર વર્ક્સ ગ્રુપના એમડી, સીઈઓ ડી. આનંદ ભાસ્કરનું કહેવું છે કે દક્ષિણ એશિયા વિસ્તારમાં ડીફેન્સ અને સિવિલ વિમાનો માટે ભારત MRO ક્ષેત્રમાં કેન્દ્ર બની ગયું છે. અદાણી ડીફેન્સ એન્ડ એરોસ્પેસ પ્લેટફોર્મ અંતર્ગત સામેલ થવા મળ્યું તે એર વર્ક્સના કર્મચારીઓ માટે સુંદર તક સમાન છે.