ગુજરાત રાજ્ય નું અમદાવાદ શહેર તમામ ક્ષેત્ર માં ધમધમતું છે. જેનો વિકાસ પણ ચારેકોર થતો જાય છે. ઈતિહાસ પ્રમાણે અમદાવાદ નું એક નામ આશાવલ છે.
જૂના ઈતિહાસ, પુરાતત્વ વિભાગે સૂચવેલ વિસ્તારોમાં અમદાવાદ નો સાબરમતી નદી ની પૂર્વ તરફનો ભાગ આશાવલ હતો. આ આશાવલના ભીલ સરદાર આશા ભીલ હતા. જેમની યાદ માં અમદાવાદ ભીલ પંચ દ્વારા એક મૂર્તિ ખાનપુર વિસ્તારમાં ભીલવાસ પાસે મુકવામાં આવી છે.
ભીલવાસના અગ્રણી નિતીનભાઈ ચિત્રલેખા. કોમને કહે છે ભીલ સમાજનો ઈતિહાસ ભવ્ય છે. ભીલ સમાજના ઘણાં મહાનુભાવો એ જૂના સમય માં ભગવાન રામ થી બીજા રાજાઓ અને પ્રજાને સહયોગ આપ્યો હતો. દેશભક્તિ માટે પોતાના બલિદાન પણ આપ્યા છે. ભારતમાં બીરસા મુંડા સહિત અનેક લોકો ની પ્રતિમાઓ છે. એ વાત ને ધ્યાન પર લઈ અમદાવાદ ભીલ પંચ દ્વારા આશા ભીલ ની પ્રતિમા ખાનપુર માં મુકવામાં આવી છે.
‘ ગુડિયો ગઢ ગિરનાર સે હુયો ભાગ તીન,
એક શિવ દુજી શક્તિ તીજો ભોમધણી ભીલ.’
(પ્રજ્ઞેશ વ્યાસ)