અંબાજીઃ અંબાજીના વળાંકભર્યાં રસ્તા અને તેમાં પણ જોખમી એવો ત્રિશૂળીયો ઘાટ વધુ એકવાર કેટલાક પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થયાં છે. અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પાસે એક જીપ પલટી જતાં ઘટનાસ્થળે જ 7 વ્યક્તિના મોતના ખબર સામે આવ્યાં છે.પલટી ખાઈ ગયેલી જીપમાં લગભગ 25 પ્રવાસીઓ સવાર હતાં.જેમાંથી સાતના ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં છે.ઘાયલોમાં બેની હાલત ગંભીર જણાવાઈ છે.મળતી માહિતી અનુસાર, અંબાજીના ત્રિશૂળીયા ઘાટ પર એક ગંભીર અક્સમાત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. એક પેસેન્જર જીપ પલટી મારતાં સ્થળ પર જ સાત જણનાં મોત થયાં છે. તેમ જ 15થી વધુ લોકો ઘાયલ થયા છે. જીપ જ્યારે પેસેન્જર ભરી અંબાજી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક જીપની બ્રેક ફેઈલ થઈ જતાં, જીપ પલટી મારી ગઈ હતી એકઅનુમાન પ્રમાણે જીપમાં લગભગ 25 જેટલા લોકો બેસાડવામાં આવ્યાં હતાં, જેમાંથી સાત લોકોના કરૂણ મોત નીપજ્યાં છે.વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને પાછાં ફરતાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને પાલનપુર અને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ એમ્બ્યુલન્સની ટીમ અને પોલિસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તરત જ ઘાયલ પ્રવાસીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. વધુ એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. પોલીસ ટીમ કેવી રીતે અકસ્માત સર્જાયો તેની પૂછપરછ કરી રહી છે, સાથે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પણ કાર્યવાહી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં અપૂરતી સરકારી પરિવહન સેવાને લઇને ખાનગી વાહનોમાં ઠાંસીઠાંસીને પ્રવાસીઓ ભરીને વાહનવ્યવહાર થતો જોવા મળે છે અને આવા અકસ્માતમાં અનેકના જીવ જાય છે છતાં સંત્ર દ્વારા પૂરતી વાહનવ્યવસ્થા ઉપલબ્ધ કરાવાતી ન હોવાથી લોકોમાં રોષની લાગણી જોવા મળે છે.