અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના કેવડિયામાં સ્થાપિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોવા માટે એક વર્ષમાં આશરે 25 લાખ લોકો આવ્યા છે. આનાથી 63.39 કરોડ રુપિયાની આવક થઈ છે. ભારતના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનાવવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન બન્યા બાદ તેમણે ગત વર્ષે 31 ઓક્ટોબર 2018 ના રોજ આનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી લઈને અત્યારસુધીમાં આને જોવા માટે દેશ-વિદેશના પર્યટકો આવી રહ્યા છે. અહીંયા પર્યટકોને આકર્ષિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 20 થી વધારે પરિયોજનાઓ શરુ કરવામાં આવી છે. આમાં જંગલ સફારી, જાયન્ટ ડાઈનાસોર, ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક તેમજ વિશ્વ વન સહિતનો સમાવેશ થાય છે.
31 ઓક્ટોબર 2018 થી 31 ઓક્ટોબર 2019 ના એક વર્ષમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા માટે દેશ વિદેશના 24,44,767 પર્યટકો આવ્યા છે. આનાથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટને 63,39,14128 રુપિયાની આવક થઈ છે. સરકાર હવે પ્રતિદિન 50 હજાર પર્ટટકોને આવવાની વ્યવસ્થા કરી રહી છે.
મહિનો પર્યટકની સંખ્યા આવક નવેમ્બર 18 2,78,562 6,47,63,443 ડિસેમ્બર 18 2,50,113 5,70,41,060 જાન્યુઆરી 19 2,83,298 7,00,42,020 ફેબ્રુઆરી 19 2,10,600 5,60,87,710 માર્ચ 19 2,20,824 5,95,96,190 એપ્રિલ 19 1,29,897 3,73,23,430 મે 19 2,18,787 6,03,14,535 જૂન 19 2,13,472 5,62,02,590 જુલાઈ 19 1,47,061 4,38,51,020 ઓગસ્ટ 19 2,56,852 6,58,20,520 સપ્ટેમ્બર 19 2,75,843 7,08,52,370 ઓક્ટોબર 19 2,35,260 6,32,66,610 કુલ 24,48,767 63,39,14,128 |