અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ખેંભાળિયામાં રવિવારે બપોર પછી માત્ર છ કલાકમાં આશરે સવા નવ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે નદી નાળા ભરાયાં હતાં. ખેતરોમાં પણ પાણી ભરાયાં હતાં. જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને લોકોને હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.
ખંભાળિયા સિવાય પોરબંદરમાં પણ અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય મોરબી જિલ્લાના વાંકાનેરમાં માત્ર સાત મિ.મી અને મોરબી તાલુકામાં ચાર મિ.મી જેટલો વરસાદ જ નોંધાયો છે.ભાવનગર જિલ્લામાં તાલુકામાં વરસાદ નોંધાયો છે, જયારે કેટલાક તાલુકામાં વરસાદ પડયો નથી. આજે રવિવારે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં એક ઇંચ અને પાલિતાણા તાલુકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો, જયારે અન્ય કોઈ તાલુકામાં વરસાદ વરસ્યો નથી. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ત્રણ ડેમ વિસ્તારમાં પણ અડધાથી લઈ એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં આ પ્રમાણે વરસાદ નોંધાયો હતો, જેમાં દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 233, પોરબંદર 69, દેવભૂમિ દ્વારકા- ભાણવડ 55, પોરબંદર-રાણાવાવ 36, કચ્છ-નખત્રાણા 30, ભાવનગર-ગારિયાધાર 28, દેવભૂમિ દ્વારકા-દ્વારકા 27, વલસાડ-ધરમપુર 15, અમરેલી-લીલfયા 14, રાજકોટ-કોટડા સાંગાણી 13, સુરત-માંગરોળ 12, ભાવનગર-પાલિતાણા 10, અમરેલી-બાબરા 10, વલસાડ-કપરાડા 9, મોરબી-વાંકાનેર 7, દેવભૂમિ દ્વારકા-કલ્યાણપુર 5, વલસાડ 4, મોરબી 4, અમરેલી 3, પોરબંદર-કુતિયાણા 3, જૂનાગઢ-માણાવદર 3, જામનગર- જામજોધપુર 2, રાજકોટ-પડધરી 2, રાજકોટ- વીંછિયા 2 અને સુરત-કામરેજમાં 2 મિમી વરસાદ નોંધાયો હતો.