અમદાવાદ- ગુજરાતમાં તાજેતરમાં જ થયેલા સિંહોના અકાળે મોત મામલે ગુજરાત હાઇકોર્ટેમાં આજે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઝાટકણી કરી હતી. હાઈકોર્ટે જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર નિષ્ણાતોનાં મત મુજબ જરૂરી યોગ્ય પગલાં લે અને કૂવાઓ મામલે સબસીડી અપાય તેનું પ્રાવધાન કરવામાં આવે. અને દર પંદર દિવસે મામલતદારે સ્થાનિક કલેક્ટરને પ્રોગ્રેસ રિપોર્ટ સોંપવાનો રહેશે.
ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને આગામી 15 જાન્યુઆરી 2019 સુધીમાં રિપોર્ટ સોંપી દેવા પણ આદેશ કર્યો છે. તો બીજી બાજુ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે સિંહોના જનત માટે 95 હજારના ફંડની જ કેમ ફાળવણી કરવામાં આવી. હાઇકોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને 16મી જાન્યુઆરી સુધીમાં ખુલાસો કરવા પણ જણાવ્યું છે. સિંહોના મોત મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 16 જાન્યુઆરીએ થશે.