પોરબંદર સમુદ્રમાંથી 163 કિલો ડ્રગ્સ જપ્તઃ બે પાકિસ્તાનીની ધરપકડ  

અમદાવાદઃ ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ સતત બીજા દિવસે અરબ સાગરની ભારતીય સરહદમાં 163 કિલો ડ્રગ્સ જપ્ત કરી છે. ટીમે ડ્રગ્સ પેડલિંગ કરવાવાળા બે પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે. આ ડ્રગ્સનો જથ્થો માછલીઓની આડમાં છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો.

પોરબંદર નજીક જળસીમા નજીક આ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે ભારતીય જળસીમામાંથી સતત બીજા દિવસે 163 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ પકડાયેલા હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજિત કિંમત રૂ. 60 કરોડ થવા જાય છે.

ATS ગુજરાતની વિશ્વસનીય બાતમીને આધારે ભારતીય કોસ્ટ ગાર્ડે શંકાસ્પદ બોટ ભારતીય કોસ્ટ ગાર્ડના સમુદ્ર-હવા સંકલિત સર્વેલન્સમાંથી છટકી ન શકે. શંકાસ્પદ બોટની સ્પષ્ટ ઓળખ થયા બાદ તેને તરત જ અટકાવી દેવામાં આવી હતી. તપાસમાં ટૂંક સમયમાં ગુપ્તચર માહિતીની પુષ્ટિ થઈ હતી અને 2 ગુનેગારો સાથે ફિશિંગ બોટમાંથી આશરે 173 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. દાણચોરીમાં સંડોવણીની પુષ્ટિ થઈ હતી.

આ ઓપરેશન છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા કરાયેલી બારમી ધરપકડ છે. આ પહેલાં ગુજરાતના દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોરબંદરના દરિયામાંથી 90 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 90 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સને ભારત લાવવામાં આવી રહ્યું હતું. સફળ ઓપરેશન હાથ ધરી હેરોઇનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓ અને પાકિસ્તાની બોટ વચ્ચે ફાયરિંગ પણ થયું હતું, જેમાં પાકિસ્તાની બોટ ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.