અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો કાર્યકાળ મે, 2019માં પૂર્ણ થવા જઈ રહ્યો છે, જેથી આગામી સરકારના ગઠન માટેની તજવીજનું ‘કાઉન્ટ-ડાઉન’ શરૂ થઈ ગયું છે. લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે આગામી 15,16 અને 17 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ઇલેક્શન કમિશનની કેવડીયામાં સાધુબેટ ખાતે મહત્વપૂર્ણ કોન્ફરન્સ યોજાશે.
ઓલ ઇન્ડિયા સ્ટેટ ઈલેક્શન કમિશનર્સ કોન્ફરન્સમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો, ઉપરાંત તમામ રાજ્યોના ચૂંટણી કમિશનર હાજર રહેશે. આ કોન્ફરન્સમાં ચૂંટણી પહેલાની તૈયારીઓ અંગે સમીક્ષા કરીને આખરી ઓપ આપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં લોકસભાની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.