રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા વિરામ પર છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 2 તાલુકા જામનગર અને ધારીમાં 3-3 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આજે 19 ઓગસ્ટથી 25 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા 20 અને 21 ઓગસ્ટના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 19 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના તેમજ અન્ય તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.


20, 21 અને 22 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના, સોરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તેમજ મઘ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના તેમજ દક્ષિણ ગુજરાત અને મઘ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23, 24 અને 25 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના તેમજ અન્ય તમામ જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.