ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીત દ્વારા રજૂ કરવામાં આવેલું ‘ગુજરાત ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ, ૨૦૨૬’ (Gujarat Ease of Doing Business Bill, 2026) બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ઉદ્યોગ અને વ્યવસાય માટેની નિયમનકારી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી, પારદર્શક અને ઉદ્યોગ સ્નેહી બનાવવાની દિશામાં આ બિલ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
-
વિશ્વાસ આધારિત શાસન (Trust-Based & Risk-Based Governance): શાસનની શૈલીને નિયંત્રણ આધારિતમાંથી જોખમ આધારિત અને વિશ્વાસ આધારિત વ્યવસ્થા તરફ લઈ જવામાં આવશે.
-
૫ કાયદાઓની ૧૨ જોગવાઈઓમાં સુધારો: રાજ્ય સરકારના જુદાજુદા ૫ કાયદાઓની ૧૨ સુધારાત્મક જોગવાઈઓને એક જ છત્ર (Omnibus Legislation) હેઠળ લાવીને કાયદાકીય પ્રક્રિયા અત્યંત સરળ બનાવી દેવામાં આવી છે.
-
કમ્પ્લાયન્સ બોજમાં ઘટાડો: ઓછી જોખમી પ્રવૃત્તિઓ માટે ફરજિયાત પૂર્વ મંજૂરી અને ભૌતિક હાજરીની જરૂરિયાત ઘટાડીને સ્વ-ઘોષણા (Self-declaration) તથા સ્વ-પ્રમાણીકરણ (Self-certification)ને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
કાયદાકીય સુધારાઓનું વર્ગીકરણ
૨. ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટ, ૨૦૧૯: ૨૪x૭ ઓપરેશન્સની સુવિધા સાથે સ્વ-ઘોષણા દ્વારા રજિસ્ટ્રેશન સરળ બનાવાયું છે. કામદારોના અધિકારો જાળવીને સંસ્થાઓ અઠવાડિયાના કોઈપણ દિવસે કાર્યરત રહી શકશે.
૩. ગુજરાત એમએસએમઈ ફેસિલિટેશન એક્ટ, ૨૦૧૯: MSME એકમો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત કરી સહકારી, વીજળી, જીઆઈડીસી અને સિંચાઈ જેવા વધારાના ૮ રાજ્ય કાયદાઓને આ ફ્રેમવર્ક સાથે સાંકળવામાં આવ્યા છે.
૪. ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, ૧૯૬૭: અન્ય રાજ્યોના તબીબો સેલ્ફ-ડિક્લેરેશનના આધારે ગુજરાતમાં ઝડપી નોંધણી મેળવી શકશે, જેથી તબીબી સેવાઓમાં સરળતા રહેશે.
૫. ગુજરાત રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસિસ એક્ટ, ૨૦૧૩: ટેકનોલોજી આધારિત ‘ઑટો-અપીલ’ (Auto-Appeal) અને ‘ઑટો-એસ્કેલેશન’ (Auto-Escalation) મિકેનિઝમ દ્વારા જો નિયત સમયમર્યાદામાં સરકારી સેવા કે ફરિયાદનો નિકાલ ન થાય, તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સમક્ષ પહોંચી જશે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ અને આગામી ૧૧મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૭ (‘વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર’)ની પૃષ્ઠભૂમિમાં આ કાયદાકીય સુધારાઓ વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે. જાહેર સલામતી, આરોગ્ય અને શ્રમિકોના હક્કોની સંપૂર્ણ સુરક્ષા સાથે ગુજરાત સમગ્ર વિશ્વ માટે “બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન” બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.




