ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલા કેસમાં ધારાસભ્ય હાર્દિક પટેલની મુશ્કેલી ધીમે ધીમે વધી રહી છે. જેમાં હવે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સતત બીજીવાર હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે કોર્ટમાં વારંવાર ગેરહાજર રહેવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કેસની સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ વારંવાર કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા.
અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ પણ કોર્ટે તેમની ગેરહાજરીને કારણે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું હતું. જોકે, તેમ છતાં તેઓ આજે (12 સપ્ટેમ્બર) કોર્ટમાં હાજર ન રહેતા, કોર્ટે કડક વલણ અપનાવીને ફરી એકવાર ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યું છે.
