‘નિસા બોલીવુડમાં ક્યારે એન્ટ્રી કરશે?’ સવાલનો અજય દેવગને આપ્યો જવાબ…

મુંબઈઃ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં વધુ બે સ્ટાર-સંતાનોએ પ્રવેશ કર્યો છે. ફિલ્મ નિર્માતા બોની કપૂર અને સ્વ. શ્રીદેવીની નાની પુત્રી ખુશી અને શાહરૂખ ખાનની પુત્રી સુહાના હાલમાં જ રિલીઝ કરાયેલી ફિલ્મ ‘ધ આર્ચીસ’માં ચમકી હતી. હવે સૌની નજર ફિલ્મી દંપતી કાજોલ અને અજય દેવગનની પુત્રી નિસા ફિલ્મજગતમાં ક્યારે પ્રવેશ કરે છે તેની પર છે. નિર્માતા કરણ જોહરને પણ મનમાં આ સવાલ સતાવતો હતો અને એટલે એમણે પોતાના ટીવી શો ‘કોફી વિથ કરણ’માં હાજર રહેલા અજય દેવગનને તે સવાલ પૂછી લીધો હતો.

કરણે જ્યારે પૂછ્યું કે, ‘નિસા બોલીવુડમાં ક્યારે પદાર્પણ કરશે?’ ત્યારે અજયે કહ્યું, ‘ફિલ્મલાઈનમાં આવવાની હાલ એને કોઈ ઈચ્છા નથી, પણ ભવિષ્યમાં સંજોગો બદલાશે તો એ તેનો વિચાર કરશે.’