EDએ જેકલિન ફર્નન્ડિઝની રૂ. 7.27 કરોડની ગિફ્ટ-સંપત્તિ જપ્ત કરી

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ મામલે બોલીવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝને રૂ. સાત કરોડની ગિફ્ટ અને સંપત્તિ જપ્ત કરી છે. જેકલિનને આ ગિફ્ટ જેલમાં બંધ મહા ઠગ સુકેશ ચંદ્રશેખરે મોકલી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ED જેક્લિનની રૂ. 7.12 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. સુકેશ ચંદ્રશેખર પર રેનબક્સી કંપનીના ભૂતપૂર્વ પ્રમોટર્સને રૂ. 200 કરોડનો ચૂનો લગાડવાનો આરોપ છે.

EDનો આરોપ છે કે એણે જેકલિન ફર્નાન્ડિઝને છતરપિંડીના રૂ. 200 કરોડમાંથી રૂ. 5.71 કરોડની ગિફ્ટ મોકલી હતી. એજન્સીનો એ પણ આરોપ છે કે સુકેશે જેકલિનના પરિવારના કેટલાક સભ્યોને રૂ. 1.72 કરોડ લાખ ડોલર અને 26,740 ઓસ્ટ્રેલિયન ડોલર આપ્યા હતા. આ મામલે ફર્નાન્ડિઝની અનેક વાર પૂછપરછ થઈ ચૂકી છે. ડાન્સર-એક્ટ્રેસ નોરા ફાતેહીનું નામ પણ આ મામલે સામે આવી ચૂક્યું છે અને તેનું નિવેદન પણ EDએ નોંધ્યું છે.

જોકે ઠગ સુકેશ ચંદ્રશેખર કેટલાય મામલે EDના નિશાના પર છે. તેણે ઉદ્યોગજગતથી માંડીને અનેક ફિલ્મી હસ્તીઓને છેતર્યા છે અને જબરજસ્તી વસૂલી પણ કરી છે. તે કેટલીય એક્ટ્રેસ અને મોડલો પર 2015થી અત્યાર સુધી રૂ. 20 કરોડ ખર્ચી ચૂક્યો છે. EDની તપાસમાં માલૂમ પડ્યું છે કે સુકેશ હવાલા દ્વારા કેરળમાં મોટી રકમ મોકલતો હતો અને એ પછી કેરળમાં કેટલાક લોકો દ્વારા આલિશાન માલસામાન માટે એની ચુકવણી કરવામાં આવતી હતી. વળી, આ વર્ષના પ્રારંભે સુકેશની સાથે જેકલિનના કેટલાક ફોટો વાઇરલ થયા હતા અને તેમની આરોપ છે કે તેઓ એકમેકની નજીક હતાં.