નવી દિલ્હીઃ આજકાલ રામાયણનાં પાત્રો બધે છવાયેલાં છે, પછી ભલે એ શ્રીરામ હોય કે હનુમાન હોય. સાઉથ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’ રિલીઝ થતાં જ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ હતી. દર્શકોને અને વિવેચકો તરફથી ખાસ્સો રિસ્પોન્સ મળ્યો છે. આ ફિલ્મમાં તેજા સજ્જાની એક્ટિંગને બધા ખૂબ પસંદ કરી રહ્યા છે. થિયેટરમાં પણ ‘જય શ્રીરામ’ના નારા ખૂબ લાગ્યા હતા. બોક્સ ઓફિસ પર પણ મૂવીએ ડંકો વગાડી દીધો છે.
સાઉથની આ‘હનુમાન’ ફિલ્મ આશરે રૂ. 25 કરોડમાં બની છે, જેણે ઓપનિંગ ડે પર કમાલનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે ભારતમાં રૂ. 10 કરોડથી વધુની કમાણી કરી છે. બોક્સ ઓફિસ ટ્રેકર સૈકનિલ્કનો રિપોર્ટ કહે છે કે ‘હનુમાને’ ઓપનિંગ ડે પર ભારતમાં રૂ. 11.91 કરોડનો બિઝનેસ કર્યો છે, જ્યારે આ ફિલ્મનું હિન્દીમાં રૂ. બે કરોડ કલેક્શન રહ્યું છે. તમિળમાં રૂ. 0.03 કરોડ, કન્નડમાં 0.02 કરોડ અને મલયાલમમાં 0.01 કરોડનો બિઝનેસ કર્યો છે.
હાલમાં રિલીઝ થયેલી કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ને એની સાથે રિલીઝ કરવામાં આવી હતી. પણ ફર્સ્ટ ડે કલેક્શનમાં બંને સ્ટારની મુવી પાછળ રહી હતી. એ ફિલ્મે રૂ. 2.55 કરોડનો બિઝનેસ કર્યો હતો. ‘હનુમાન’નું ડંકો દેશમાં અને વિદેશમાં વાગ્યો છે. USAમાં એ ફિલ્મે 550K ડોલરનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મના પહેલા વીકએન્ડ પર સૌની નજર છે.