‘ડોક્ટર G’માં મહત્ત્વના રોલ માટે શેફાલી શાહની પસંદગી

મુંબઈઃ જંગલી પિક્ચર્સ કંપનીએ તેની આગામી હિન્દી કોમેડી ફિલ્મ ‘ડોક્ટર G’માં એક મહત્ત્વની ભૂમિકા માટે જાણીતાં અભિનેત્રી શેફાલી શાહની પસંદગી કરી છે. આ ફિલ્મની મુખ્ય જોડી તરીકે આયુષમાન ખુરાના અને રકુલપ્રીત સિંહને પસંદ કરવામાં આવ્યાં છે. શેફાલી શાહ જાણીતા નિર્માતા વિપુલ શાહના પત્ની છે.

ફિલ્મમાં આયુષમાન અને રકુલપ્રીત ડોક્ટરની ભૂમિકામાં છે. શેફાલી કયું પાત્ર ભજવશે એ હજી જાહેર નથી કરાયું, પરંતુ શેફાલીએ પોતાનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલી તસવીરમાં વંચાય છે કે ‘ડો. નંદિની’, તેથી એવું લાગે છે કે શેફાલી આ નામના સિનિયર ડોક્ટરનો રોલ કરશે. અનુભૂતિ કશ્યપ દિગ્દર્શિકા તરીકે આ પહેલી જ ફિલ્મ બનાવશે. આ પહેલાં એ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘દેવ D’ ફિલ્મોમાં સહાયક દિગ્દર્શિકા તરીકે કામ કરી ચૂક્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]